Western Times News

Gujarati News

નવેમ્બરના બીજા સપ્તાહમાં ગાંધી આશ્રમના પુનઃવિકાસના મુદ્દે સરકાર સાથે બેઠક થશે

સાબરમતી આશ્રમના નવીનીકરણના પગલે ૯ નવેમ્બર ૨૦૨૪ પછી ગાંધી આશ્રમ રોડ કાયમ માટે બંધ થઈ જશે

અમદાવાદ,  સાબરમતી આશ્રમ હાલમાં નવીનીકરણ હેઠળ છે, જે વર્ષ ૨૦૨૬ માં પૂર્ણ થવાની સંભાવના છે. સાબરમતી આશ્રમના નવીનીકરણના પગલે ૯ નવેમ્બર ૨૦૨૪ પછી ગાંધી આશ્રમ રોડ કાયમ માટે બંધ થઈ જશે. આ રસ્તો બંધ કરતા પહેલા એક માર્ગ ચાલુ કરવામાં આવ્યો છે. આ રોડથી લોકો ગાંધી આશ્રમ જઈ શકશે. આ ઉપરાંત ગાંધી આશ્રમ જવા માટે બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવ્યા છે.

આ પાર્કિંગ પ્લોટથી સીધો આશ્રમ સુધી રોડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં ગાંધી આશ્રમના પુનઃવિકાસના મુદ્દે સરકાર સાથે બેઠક થશે, મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગાંધી આશ્રમના અધિકારીઓ હાજર રહેશે. હાલના પાર્કિંગનું ૨ ઓક્ટોબરે વિસ્તરણ કરવામાં આવશે.

સાબરમતી આશ્રમ અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના સ્પેશિયલ એÂક્ઝક્યુટિવ ઓફિસર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે હાલના પાર્કિંગનું વિસ્તરણ કરવામાં આવશે. આશ્રમ રોડ બંધ કરી આખો રોડ એકમાં ફેરવાશે. ૩૨૨ એકરનો બાઉન્ડ્રી એરિયા છે, જેમાં ૧૮ મીટરના બે નવા રોડ અને ૩૦ મીટરનો એક રોડ એટલે કે કુલ ૩ રોડ બનાવવામાં આવશે. જેના કારણે આશ્રમ રોડ (ગાંધી આશ્રમ) તરફ આવતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૮ મીટરનો રોડ શરૂ કરવામાં આવ્યો છે. ચંદ્રભાગા નાળા પર બીજો રસ્તો બનાવી શકાય છે. હાલ ૩૦ મીટરનો નવો રોડ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે જે આશ્રમને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હતો તે અમદાવાદનો લો લાઇન વિસ્તાર હતો. આસપાસના વિસ્તારમાં આવેલ પ્રબોધ રાવલ બ્રિજ અને પરીક્ષિતલાલ બ્રિજ આશ્રમ વિસ્તાર કરતા ૬ મીટર ઉંચા હતા, તેથી તેને સમતળ કરવામાં આવ્યા છે.

ચૂનો, કંજરના બીજ, ગોળ, અડદ, ગુગલ, મેથી, ચિરોડીનો ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જૂના ગાંધી આશ્રમ અને નવા ગાંધી આશ્રમ વચ્ચેના ફેરફાર અંગે આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન આશ્રમ ૫ એકરનો છે, જેના વિશે ઘણી બધી માહિતી છે, પરંતુ હજુ પણ એવી ઘણી વસ્તુઓ છે જે આશ્રમની બહાર છે, જે વિશે જેની કોઈની પાસે માહિતી નથી, એટલે કે ગાંધીજીના સમયનું મૂળ આશ્રમ અમે પાછું લાવી રહ્યા છીએ.

જૂની ઇમારતોના બાંધકામમાં ચૂનો, ગોળ, મેથી, અડદ, ગુગ્ગલ, શંખજીરા, ચિરૌરી અને રીડનો ઉપયોગ થતો હતો. તેવી જ રીતે, આ બાંધકામમાં પણ સમાન વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.