Western Times News

Gujarati News

સાબરમતીના ઔડા તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વરસાદી પાણીથી તળાવો ભરવા માટે નવા સ્ટોર્મ વોટર નેટવર્ક નાખવામાં આવી રહ્યા છે. એના કારણે જે તે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હળવી બનશે તેમજ ભૂગર્ભ જળસ્તર માં પણ વધારો થશે.
આવા જ એક આયોજનના ભાગરૂપે પશ્ચિમ ઝોન સાબરમતી વોર્ડમાં પીઆઈ.યુ અંતર્ગત મોટેરા વિસ્તાર માં આવેલ ઔડા તળાવના કમાન્ડ એરીયા માં વરસાદી પાણીને ઔડા તળાવમાં ભરવા માટે નવી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે. જેના માટે અંદાજીત  રૂા.૧,૩૫,૮૫,૧૭૧ નો ખર્ચ થશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ ૫.ઝોનના સાબરમતીવોર્ડમાં આવેલા હયાત ઓડા તળાવના કમાન્ડ એરીયાના વરસાદી પાણીને ઓડા તળાવમાં ભરવા માટે જરૂરી સ્ટ્રોર્મવોટર ડ્રેનેજ લાઈન નાંખવાના કામ માટે કન્સલટન્ટ દ્વારા ઓડા તળાવની આસપાસના કમાન્ડ એરીયાનું વરસાદી પાણી તળાવમાં લઇ જવા માટે નેટવર્કનું આયોજન કર્યું છે
જે મુજબ પી.વી.આર વોટર લોગીગ સ્પોટ થી અમુલ પાર્લર ૬૦૦ મી.મી. વ્યાસની તેમજ ઓડા ગાર્ડન થી ઓડા તળાવ ગેટ નં ૨ સુધી ૯૦૦ મી.મી. વ્યાસની તથા હોટલ ટયુન થી ઓડા તળાવના ગેટ નં.૨ સુધી ૬૦૦ મી.મી. વ્યાસની કુલ ૫૦૦,૦૦ મીટર સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાનું આયોજન કરેલ છે. જેથી પી.વી.આર ઓડા ગાડએન તેમજ આજુબાજુના વિસ્તારના પાણીને તળાવમાં લાવી શકાશે.
આ ઉપરાંત,અમુલ પાર્લર થી ઓડા તળાવ આઉટલેટ નં.૨ સુધી ૯૦૦ મી.મી વ્યાસની તથા ઓડા તળાવના ગેટ નં.૨ થી આઉટલેટ નં.૧ સુધી ૯૦૦ મી.મી વ્યાસની મુખ્ય સ્ટ્રોર્મ વોટર લાઈન કુલ ૧૦૦,૦૦ મીટર નાંખવાનું આયોજન કરેલ છે. જેના થી આસપાસના વિસ્તારનું મોટાભાગના કેચમેન્ટનું વરસાદી પાણી તળાવમાં લાવી શકાશે. વધુમાં સ્ટોર્મ લાઈનને કારણે નવી કેચપીટો મારફતે ૩૦૦/૪૫૦ મી.મી. વ્યાસની લાઇન દ્વારા મુખ્ય સ્ટ્રોર્મ વોટર લાઇનમાં વરસાદી પાણી લાવવામાં આવશે.
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનો હાલ 505 ચોરસ કી.મી.નો વિસ્તાર છે. જેમાં ૩૮૦૦ કી.મી. ડ્રેનેજ લાઈન તથા ૯૫૦ કી.મી. સ્ટ્રોમ વોટરલાઈન ના નેટવર્ક છે.હાલમાં મ્યુ.કોર્પોરેશન ની માલિકીના  કુલે ૧૫૬ તળાવો છે.
જે પૈકી ઘણા તળાવો ડેવલોપ કરવામાં આવ્યા છે. હાલના તબક્કે ઝોનવાઈઝ ૮ તળાવો લેખે ૫૦ તળાવોના કમાન્ડ એરીયાનું પાણી તળાવોમાં ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના ભુગર્ભ જળ સંચય પોલીસીનો હેતુ સિધ્ધ થાય તે માટે તળાવોના કમાન્ડ એરીયાના વરસાદી પાણી ને જે તે તળાવોમાં ભરવા માટે આયોજન છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.