15મી ફેબ્રુ.થી શરૂ થશે અમદાવાદ-બનારસ વચ્ચે મહાકુંભમેળા સ્પેશિયલ ટ્રેનનું બુકીંગ

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન
પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-૨૦૨૫ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નં.09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ટ્રિપ)
ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નં. 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09453 નું બુકિંગ 15 ફેબ્રુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.