સાબરમતી લોકોમોટિવ શેડએ “રેલવે ઈલેક્ટ્રિફિકેશનના 100 વર્ષ” પર ઉજવ્યો ઉત્સવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/sabarmati-loco-1024x524.jpg)
અમદાવાદ, ભારતીય રેલવેના વિદ્યુતીકરણના 100 વર્ષોની મહત્વપૂર્ણ મુસાફરીને ચિહ્નિત કરવા માટે સાબરમતી લોકોમોટિવ શેડ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વિઝિટ આયોજિત કરવામાં આવી, જેમાં તેમને ભારતીય રેલવેના ઈલેક્ટ્રિફિકેશનના સમૃદ્ધ ઈતિહાસ અને ટેકનિકલ પ્રગતિથી માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ દરમિયાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલવેના વિદ્યુતીકરણથી સંબંધિત મહત્વપૂર્ણ પાસાઓ અને તેમના ફાયદાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. આની સાથે જ એક પેઈન્ટીંગ સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મકતાનું પ્રદર્શન કર્યું. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
સાબરમતી લોકોમોટિવ શેડના કર્મચારીઓએ આ આયોજનને સફળ બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવી અને ભવિષ્યમાં આ પ્રકારના આયોજનોને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા દર્શાવી. આ આયોજને વિદ્યાર્થીઓને રેલવેના વિદ્યુતીકરણના ઈતિહાસને સમજવા અને તેની ટેકનિકલ પ્રગતિને જાણવાનો મહત્વપૂર્ણ અવસર ઉપલબ્ધ કરાવ્યો.