મ્યુનિ. કોર્પોરેશને સાબરમતીમાં છોડવામાં આવતા અશુધ્ધ પાણીના આંકડા ત્રણ વખત અલગ અલગ જાહેર કર્યાં
એક અંદાજ મુજબ કોર્પોરેશન દૈનિક ૧૩૦૦ એમએલડી કરતા વધારે પ્રદુષિત પાણી નદીમાં છોડી રહયું હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે તે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશને એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી કોર્ટ સમક્ષ રજુ કરી છે.
જેમાં કોર્પોરેશન હસ્તકના તમામ એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા અંગેની વિગતો દર્શાવવામાં આવી છે સાથે સાથે નદીમાં બાયપાસ કરવામાં આવતા પ્રદુષિત પાણીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં અને તાજેતરમાં ઈઓઆઈમાં પ્રદુષિત પાણીના જે આંકડા જાહેર કરવામાં આવે છે તેની સાથે બ્લુ પ્રિન્ટના આંકડા વચ્ચે ભારે વિસંગતતા જોવા મળે છે.
મ્યુનિ. કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરેલા આંકડા, બ્લુ પ્રિન્ટના આંકડા અને ઈર્ંૈંમાં દર્શાવેલા આંકડા ત્રણેય અલગ અલગ છે તેથી ખરેખર મ્યુનિ. કોર્પોરેશન સાબરમતી નદીમાં કેટલુ પ્રદુષિત પાણી છોડી રહયું છે તે યક્ષ પ્રશ્ન છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં નદીમાં બાયપાસ કરવામાં આવતા પ્રદુષિત પાણીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે મુજબ તંત્ર દૈનિક ૬૧૩ એમએલડી પ્રદુષિત પાણી નદીમાં છોડી રહયું છે. ત્યારબાદ ૩ મહિના અગાઉ કોર્ટ સમક્ષ જે બ્લુ પ્રિન્ટ રજુ કરવામાં આવી હતી તે મુજબ ર૭૦ થી ૩૩૦ એમએલડી પ્રદુષિત પાણી નદીમાં છોડવામાં આવી રહયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આમ આ બે પૈકી ક્યા આંકડા સાચા છે તેના તર્ક વિતર્ક થઈ રહયા હતા ત્યારે જ કોર્પોરેશને પ્રદુષિત પાણીને શુધ્ધ કરવા બાયોરેમીડેશન માટે ઈર્ંૈં મંગાવ્યા છે તેમાં જે સ્થળેથી પ્રદુષિત પાણી નદીમાં બાયપાસ કરવામાં આવે છે તેવા ૧૩ સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ ૧૩ સ્થળોએથી ૭૮૬.૪૯ એમએલડી પ્રદુષિત પાણી નદીમાં છોડવામાં આવી રહયું હોવાનું જણાવ્યું છે.
જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સાબરમતી રિવરફ્રંટ માટે તૈયાર કરેલ ઈન્ટરસેપ્ટર આઉટલેટમાંથી પણ ર૭.૮પ એમએલડી અશુધ્ધ પાણી નદીમાં જાય છે. આ ઉપરાંત વાસણા પપીંગ ટર્મિનલ અને પીરાણા પપીંગ ટર્મિનલમાંથી પણ મોટી માત્રામાં અશુધ્ધ પાણી નદીમાં ઠાલવવામાં આવે છે. આમ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ૬ મહિનામાં નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણી મામલે અલગ અલગ ત્રણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બજેટ બેઠક દરમિયાન જાહેર કરવામાં આવેલા આંકડા, બ્લુ પ્રિન્ટમાં જાહેર કરવામાં આવેલ આંકડા તેમજ ઈર્ંૈંના આંકડા ત્રણેય અલગ અલગ છે તે બાબત તો સાબિત થઈ શકે છે પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બજેટ બેઠક દરમિયાન જાહેર કરવામાં આવેલામાં જે સ્થળો દર્શાવવામાં આવેલ તે પૈકી એક પણ સ્થળ ઈર્ંૈંમાં સામેલ નથી
જેનો સીધો મતલબ એ થાય છે કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવેલ ૬૧૩ એમએલડી અને ઈર્ંૈંમાં જાહેર કરવામાં આવેલ ૭૮૬.૪૯ એમએલડી એમ બંનેનો સરવાળો કરવામાં આવે તો અંદાજે ૧૪૦૦ એમએલડી પ્રદુષિત પાણી કોર્પોરેશન દ્વારા નદીમાં છોડવામાં આવી રહયું છે. મ્યુનિ. સુત્રોનું માનીએ તો બ્લુ પ્રિન્ટમાં જ આ તમામ આંકડા મતલબ કે ૧૪૦૦ એમએલડી બાયપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
પરંતુ હાઈકોર્ટ સમક્ષ રજુઆત કરતા પહેલા કમિશનરે આ તમામ સ્થળ અને આંકડા દુર કરી માત્ર ર૭૦ થી ૩૩૦ એમએલડી અશુધ્ધ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનુ દર્શાવવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી. પરંતુ બાયોરેમીડેશન સમયે જ સત્ય હકીકત બહાર આવી ગઈ છે તેવી ચર્ચા ચાલી રહી છે.