સાબરમતી નદીના પ્રદૂષણ માટે ઔદ્યોગિક વસાહતો જવાબદાર

પ્રતિકાત્મક
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન એક તરફ દ્વારા છેલ્લા ચાર પાંચ દિવસથી સાબરમતી નદી સફાઈ અભિયાન ચાલી રહયું છે જયારે બીજી તરફ શાસ્ત્રીબ્રિજ પાસે ઔદ્યોગિક એકમો બેરોકટોક પ્રદુષિત પાણી છોડી રહયા છે
જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન અને સ્વૈÂચ્છક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો શ્રમદાન એળે જઈ રહયો છે. શહેરની નરોડા, વટવા, ઓઢવ અને નારોલ સહિતની ઔદ્યોગિક વસાહતો દ્વારા મેગા લાઈન મારફતે દૂષિત પાણી છોડવામાં આવે છે જે જળચર જીવો અને મનુષ્ય જીવન માટે પણ ખતરારૂપ બની રહયું છે.
અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ વસાહતોમાં ઉત્પન્ન થતાં કેમીકલ અને એસિડયુક્ત પાણીને ટ્રીટ કરવા માટે જે તે ઔદ્યોગિક વસાહતમાં સીઈટીપી એટલે કે કોમન ઈફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. ઔદ્યોગિક વસાહતો દ્વારા સીઈટીપીમાં પ્રદુષિત પાણી ટ્રીટ કર્યા હોવાના દાવા સાથે મેગા લાઈનમાં છોડવામાં આવે છે અને મેગા પાઈપલાઈન દ્વારા તેને સાબરમતી નદીમાં છોડવામાં આવે છે પરંતુ આ પાણી અત્યંત ઝેરી હોવાની ટીકા પણ કોર્ટ દ્વારા અવારનવાર કરવામાં આવી છે.
શહેરના સીઈટીપી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલ ઈન્ફલુએન્ટ ડીસ્ચાર્જ નોમ્સ જેવા કે સીઓડી, બીઓડી, એસએસનું પાલન કરવામાં નિષ્ફળ નિવડયા છે. જેના કારણે સમયાંતરે આઉટલેટ્સમાંથી ધરખમ ઝેરી પ્રદુષક તત્વો છોડવામાં આવતા હોવાથી જીરો લીકવીડ ઈસ્ચાર્જ ઝેડએલડીનો અમલ કરવામાં પણ નિષ્ફળ રહયા છે.
મેગા પાઈપલાઈન દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના સેમ્પલની ચકાસણી એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જેના સેમ્પલ મેગા લાઈનના આઉટલેટના લાઈનમાંથી લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના પરિણામ ઘણા ચોંકાવનારા સાબિત થયા છે. ઔદ્યોગિક વસાહતો બેરોકટોક મેગાલાઈનના તેમજ નારોલ ટેક્ષટાઈલની લાઈન મારફતે સાબરમતી નદીમાં ઝેરી તત્વો છોડી રહયા હોવાની પણ ફરિયાદો આવી છે.
જીપીસીબી દ્વારા નકકી કરાયેલ માર્ગદર્શિકા મુજબ આ લોકો દ્વારા પાણી ટ્રીટ કરવામાં આવતા નથી જેના કારણે નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન થઈ રહયું છે સાથે સાથે અમદાવાદ જિલ્લાના અનેક ગામડાઓમાં પણ લોકો ચામડીના રોગના ભોગ બન્યા છે તેમજ આ વિસ્તારોમાં ખેતી સંપૂર્ણપણે બરબાદી થઈ ચુકી છે.