Western Times News

Gujarati News

દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન વાયર સાથે અથડાયા બાદ વિસ્ફોટ

શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર

(એજન્સી)હરદોઈ, યુપીના હરદોઈમાં કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન (૧૨૩૫૭) ઓએચઈ વાયર સાથે અથડાયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ટ્રેન બુધવારે સવારે ૩.૩૦ વાગ્યે લખનઉથી રવાના થઈ હતી. સવારે પાંચ વાગ્યે ઉમરતાલી સ્ટેશનથી પસાર થતાંની સાથે જ તે ટ્રેક પર લટકતા ઓએચઈ વાયર સાથે અથડાઈ હતી. ટ્રેન અથડાયા બાદ લાઈનમાં વિસ્ફોટ સાથે ખામી સર્જાઈ હતી. હવે રેલવેએ આ મામલામાં ઉંડાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. sabotage bid? Durgiana Express collides with overhead wire in UP’s Hardoi

હકીકતમાં, આ સમગ્ર ઘટના બુધવારે બની હતી. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેક પર લટકતા ઓએચઈ વાયર સાથે અથડાઈ હતી. પાયલટે ટ્રેન રોકીને ઉમરતાલી અને દલેલનગર સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ લખનઉથી આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. લગભગ છ કલાક બાદ ડીઝલ એન્જિનથી દુર્ગિયાના એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ રાજધાની અને વંદે ભારતને અલગ-અલગ રૂટ પર મોકલવામાં આવી હતી. આ સાથે લગભગ બે ડઝન ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. રેલવેએ બે ટ્રેનો રદ્દ કરી હતી. હવે આ સમગ્ર મામલામાં રેલવે તરફથી કોઈ ઊંડું કાવતરું હોવાના સંકેત મળી રહ્યા છે. રેલવેને આશંકા છે કે, યુપીના હરદોઈમાં ઇલેક્ટિÙક શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી

તે ઈલેક્ટિÙક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવે આ મામલે તપાસ કરી રહી છે. અહેવાલોમાં રેલવે સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, બુધવારે કોલકાતાથી અમૃતસર જતી દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જે રીતે ઇલેક્ટિÙક પોલના કેબલ સાથે અથડાઈ તે સામાન્ય રીતે બનતું નથી.

તે ટેÂક્નકલ ખામી કરતાં કોઈની છેડછાડ જેવું વધારે લાગે છે, કારણ કે થોડા સમય પહેલા અન્ય ટ્રેનો પણ ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સ્થિતિ સામાન્ય હતી. હાલમાં રેલવે આ મામલાની તમામ અેંગલથી તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.