Western Times News

Gujarati News

સચિને ચલાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર

નવી દિલ્હી, ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતો સચિન તેંડુલકર હૈદરાબાદમાં ઈ-ફોર્મ્યુલા કાર રેસ દરમિયાન જાેવા મળ્યો હતો. સચિન અહીં મહિન્દ્રા દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર પિનિનફેરિના બટિસ્ટામાં સવારી કરતો જાેવા મળ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર મોંઘી અને રેસિંગ કારના શોખ માટે પણ જાણીતો છે. ક્રિકેટર પાસે પોતાની એક લક્ઝરી કાર છે.sachin-drives-worlds-fastest-electric-car

તેંડુલકર પ્યોર ઇલેક્ટ્રિક હાઇપરકારનું પ્રદર્શન જાેઈને તેનો ચાહક બની ગયો. તેણે સોશિયલ મીડિયા પર આ કારના જાેરદાર વખાણ કર્યા. હૈદરાબાદ ઇ-ફોર્મ્યુલા રેસ દરમિયાન પિનિનફેરિના બટિસ્ટાને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પિનિનફેરીના ભારતીય કાર નિર્માતા મહિન્દ્રાની માલિકીની કંપની છે, જેણે એક વર્ષ પહેલા બટિસ્ટાને લોન્ચ કરી હતી.

હાઇપરકાર બટિસ્ટાની કિંમત ૧૮ કરોડ રૂપિયા છે. સચિન તેંડુલકરે ટિ્‌વટર પર લખ્યું કે ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્ય છે? પિનિનફેરિના બટિસ્ટા આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ છે. હાઇપરકાર કારમાં સવારી કર્યા બાદ સચિને કહ્યું કે આ એક પડકારજનક સમય અને ભવિષ્યમાં પ્રવેશવા જેવો છે.

તેમણે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને તેમની ટીમને આવી અત્યાધુનિક, વિશ્વ કક્ષાની કાર વિકસાવવા બદલ પ્રશંસા પણ કરી હતી. આનંદ મહિન્દ્રાએ સચિનને જવાબ આપતા કહ્યું કે પિનિનફેરિના બટિસ્ટા માટે આ એક શાનદાર ટેગલાઇન છે.

તેણે એમ પણ ઉમેર્યું કે આ કારને વ્હીલ્સ પર માસ્ટર બ્લાસ્ટર બનાવે છે. મહિન્દ્રાએ લખ્યું, “તમે (સચિન) અમને બટિસ્ટા માટે એક શાનદાર ટેગલાઈન આપી છે. આજે તમે અમારી વચ્ચે છો એનો કેટલો આનંદ છે.

આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર ઉપરાંત શિખર ધવન અને યુઝવેન્દ્ર ચહલ સહિત અન્ય ઘણા ભારતીય ક્રિકેટરો જાેવા મળ્યા હતા. આ સિવાય નાગાર્જુન, રામ ચરણ અને મલયાલમ અભિનેતા દુલકર સલમાન સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.SS1MS

Breaking News

News

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.