મોહમ્મદ શમીનો કમાલ જાેઈને સચિન તેંડુલકરે તેના વખાણ કર્યા
મુંબઇ, સચિન તેંદુલકરનું માનવું છે કે જસપ્રીત બુમરાહની અનુપસ્થિતિ ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારત માટે ઘણો મોટ ઝટકો છે પરંતુ, મોહમ્મદ શમી પોતાની ગતિ અને કૌશલથી તેની કમીને દૂર કરી શકે છે.
બુમરાહ પીઠના દુઃખાવાને કારણે અનશ્ચિત સમય માટે ક્રિકેટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જાેકે તેણે યુએઈમાં ગયા વર્ષે રમાયેલા વર્લ્ડ કપ પછી કોઈ આંતરરાષ્ટ્રીય ટી ૨૦ મેચ રમી નથી. અમરોહામાં આ ૩૨ વર્ષના બોલરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રેક્ટિસ મેચમાં ૨૦ ઓવરમાં ૩ વિકેટ ઝડપીને ભારતને ૬ રનથી જીત અપાવી હતી.
તેંદુલકરે કહ્યું હતું કે, બુમરાહનું નહીં હોવું ઘણું મોટું નુકસાન તો છે જ કારણ કે આપણને નિશ્ચિત રીતે એક સ્ટ્રાઈક બોલર જાેઈશે. એક એવો વાસ્તવિક બોલર જે બેટ્સમેન પર હાવી થઈને વિકેટ લઈ શકે. શમી તેને સાબિત કરી ચૂક્યો છે અને તે બેસ્ટ વિકલ્પ હાલ માટે જાેવા મળી રહ્યો છે. આ દિગ્ગજ બેટ્સમેન જમણેરી યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહથી પણ ઘણો પ્રભાવિત થયેલો જાેવા મળ્યો છે.
હાલ સુધીમાં આંતરરાષ્ટ્રીય મેચમાં અર્શદીપનું પ્રદર્શન સારું જાેવા મળ્યું છે. તેંદુલકરે કહ્યું હતું કે, અર્શદીપે પણ ટીમ માટે ઘણી આશાઓ જગાવી છે અને તે સંતુલિત બોલર જાેવા મળે છે.
મેં તેનામાં જે પણ જાેયું તેનાથી તે પ્રતિબદ્ધ ખેલાડી લાગ્યો કારણ કે જ્યારે તમે કોઈ ખેલાડી પર ધ્યાન આપો છો તો તેની માનસિકતા પણ જાેવામાં આવે છે. સચિને આગળ વાત કરતા કહ્યું હતું કે, કોઈ ખાસ રણનીતિ માટે પ્રતિબદ્ધ થવું એટલું જ મહત્ત્વનું છે જેટલી તેને તૈયાર કરવી.
સચિન તેંદુલકરે કહ્યું હતું કે, મને આ સૌથી સારી વાત લાગી કે જાે અર્શદીપ પાસે કોઈ રણનીતિ છે તો તે તેના પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે અને આ સમયમાં તે ઘણું મહત્ત્વપૂર્ણ હોય છે કારણ કે બેટ્સમેન કેટલાંક નવા પ્રકારના શોટ્સ રમતા હોય છે. આથી જાે તમારી કોઈ રણનીતિ છે તો તેની પર સંપૂર્ણ રીતે અમલ કરવો જાેઈએ.
ભારતે પોતાની મેચ મેલબોર્ન, સિડની, એડિલેડ અને પર્થમાં રમવાની છે, જ્યાંની સીમા ઘણી મોટી છે. તેંદુલકરનું માનવું છે કે, અંતિમ ૧૧માં સ્પીનરોની પસંદગી કરતી વખતે મેદાનનો આકાર ધ્યાનમાં રાખવો જાેઈએ. તમે મોટેભાગે તે દિશામાં રમો છો જ્યાં બોલ ટર્ન થઈ રહી હોય અને કેટલાંક બેટ્સમેન ટર્નને વિપરીત મારતા હોય છે. બોલ, મેદાનને ધ્યાનમાં રાખવાની સાથે હવાની દિશાને પણ ધ્યાનમાં લેવી જાેઈએ.SS1MS