Western Times News

Gujarati News

સદગુરૂની દિલ્હીમાં બ્રેઇન સર્જરી કરવામાં આવી

(એજન્સી)નવી દિલ્હી, આદ્યાત્મિક ગુરૂ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવને છેલ્લાં કેટલાંક સમયથી તીવ્ર માથાનો દુઃખાવો રહેતો હતો. ત્યારબાદ ૧૭ માર્ચના રોજ દિલ્હીની અપોલો હોસ્પિટલમાં તેઓની બ્રેઇન સર્જરી કરવામાં આવી. બ્રેઇન સર્જરી બાદ સદગુરૂનો એક વીડિયો મેસેજ સામે આવ્યો છે,

જેમાં તેઓએ જણાવ્યું કે, સર્જરી બાદ તેઓની હાલત સુધાર પર છે. છેલ્લાં ચાર અઠવાડિયાથી સદગુરૂ જગ્ગી વાસુદેવને માથાના દુઃખાવાની ફરિયાદ હતી. દર્દની ગંભીરતા છતાં તેઓએ પોતાના કાર્યક્રમ અને ગતિવિધિઓને જાળવી રાખી, ત્યાં સુધી કે, ૮ માર્ચ ૨૦૨૪ના રોજ આખી રાત ચાલતા મહા શિવરાત્રી સમારંભનું આયોજન પણ કર્યુ. Sadguru Jaggi Vasudev, spiritual guru and founder of Isha Foundation

જો કે, જ્યારે ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ બપોરે તેઓ દિલ્હી પહોંચ્યા તો તેઓનો માથાનો દુઃખાવો અસહનીય થઇ ગયો અને તેઓની દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અહીં ન્યૂરોલોજીસ્ટ ડો. વિનિત સૂરીની સલાહ પર ૪.૩૦ વાગ્યે તેઓનું એમઆરઆઇ સ્કેન કરવામાં આવ્યું, જ્યાં મગજમાં સોજા અને બ્લીડિંગ વિશે જાણ થઇ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.