બાળક ચોરીની શંકાએ ત્રણ સાધુઓને ઢોર માર મરાયો

પ્રતિકાત્મક
(એજન્સી)દુર્ગ, છત્તીસગઢના દુર્ગમાં ૩ સાધુઓને ર્નિદયતા પૂર્વક માર મારવામાં આવ્યો છે. બાળક ચોરી થયુ હોવાની અફવા પર ભીડે આ સાધુઓને ઢોર માર માર્યો હતો. દુર્ગના ભિલાઈ ૩ પોલીસ સ્ટેશન વિસ્તારના ચરોડા બસ્તીમાં સ્થાનિક લોકોએ બાળ ચોરી કર્યુ
હોવાની શંકામાં ૩ સાધુઓને પકડીને ખૂબ જ માર માર્યો હતો. સાધુઓની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભિલાઈ-૩ પોલીસ સ્ટેશન વિસ્તારના ચરોડા ગામમાં બાળક ચોરીની અફવા ફેલાઈ હતી.
આ દરમિયાન ગ્રામજનોએ ત્રણ સાધુઓને પકડી લીધા અને તેમને માર મારવા લાગ્યા હતા. ગામલોકોએ સાધુઓને એટલો માર માર્યો કે, તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. સાધુઓ હાથ જાેડીને લોકોને માર ન મારવા વિનંતી કરતા રહ્યા પરંતુ ગામલોકો માન્યા નહીં અને તેમને મારતા રહ્યા.
ઘટનાની માહિતી મળતાં ડોયલ-૧૧૨ની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભીડને જેમ-તેમ કરી શાંત કરવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં સાધુઓની ખૂબ જ ર્નિદયતાથી મારપીટ થઈ ચૂકી હતી.