સદવિચાર પરિવાર ગૌરવ ગ્રુપ અમદાવાદમાં અન્નકૂટ મનોરથ મહોત્સવ ઉજવાયો
“જો સફર કી શુરૂઆત કરતે હૈ!
વો મંઝિલ કો પાર કરતે હૈ !
બસ એક બાર ચલનેકા હૌસલા
અચ્છે ઈન્સાનોં કા રાસ્તે ભી ઇન્તજાર કરતે હૈ!”
૬ ડિસેમ્બર ,બુધવારે સદવિચાર પરિવાર ગૌરવ ગ્રૂપ અમદાવાદ દ્વારા ઐતિહાસિક અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. પરિવારના માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થભાઈ મણકીવાળાની પ્રેરણાથી નવા વર્ષમાં ગોવર્ધન ધારી “કનૈયાનાં અન્નકૂટ મહોત્સવ ” રંગે ચંગે આનંદ અને ઉલ્લાસથી ઉજવાયો. શ્રી દિપક ભાઈ પડિયાનું માર્ગદર્શન,
તથા સંચાલક બીના બહેન ગર્ગ , પૂર્ણિમા બહેન શાસ્ત્રી (પાલડી ગ્રુપ) અને તેમની મંડળીએ ભરપૂર જહેમત ઊઠાવી અવસરને યાદગાર બનાવી દીધો. વરિષ્ઠ ગ્રૂપે નવા વર્ષમાં સફળતાના સોપાન સર કરી ૧૭૫ સભ્યોની ઉપસ્થિતિમાં ઉજવણી કરી.
સવારે ૯ વાગેથી બીના બહેન અને મંડળીએ હોલને સુશોભિત કરી.શ્રી દિપક ભાઈ પડિયા નાં માર્ગદર્શન હેઠળ, ઠાકોર જી પ્રભુના બેઠક સ્થાન, અને પ્રસાદીની ધાર્મિક ભાવથી, શાસ્ત્રોકત વિધિથી ૫૬ ભોગનાં પ્રસાદની ગોઠવણી કરી. સ્વાતિ બહેન ત્રિવેદીએ તુલસીમાતાની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી.. ૭૦ થી પણ વધારે અલગ-અલગ વ્યંજનની વાનગીઓ પીરસાઈ.
.બપોરે ૩ વાગે શ્રી દીપક ભાઈના આવકાર સહિત સોલા ભાગવત હવેલીના મુખિયા જીએ પૂજા કરી. સૌ પ્રથમ યમુનાજી રાણી ના આગમનનું મેંટર શ્રી સિદ્ધાર્થભાઈ અને રાજેશ્વરી બેન મણકી વાળાએ વિધિવત સ્વાગત કર્યું. ત્યાર બાદ બેઠક ઉપર સ્થાપન કર્યું.
ઠાકોર જીના વિવિધ શ્લોકની ગુંજથી હોલ ગુંજી ઉઠ્યો.. ઠાકોરજી પ્રભુના દર્શન કરાવ્યા. શ્રી જી ભજન, કીર્તન, નર્તન અને ગીતોની આરાધના પણ ચુનંદા સભ્યો દ્વારા કરવામાં આવી. મહોત્સવમાં શ્રી સિદ્ધાર્થ ભાઈ અને રાજેશ્વરી બહેન મણકી વાળા, દર્શિત ભાઈ , ઉષા બહેન સંઘવી, શ્રી જીતેન્દ્ર ભાઈ પંચાલ , રંજનબહેન પંચાલ પ્રતીક્ષા બહેન લહેરી,
શ્રી કમલેશ ભાઈ ત્રિવેદી, પૂર્ણિમા બહેન શાસ્ત્રી તથા સાહિત્યકાર ડો. સતીન દેસાઈની ઉપસ્થિતિ નોંધ પાત્ર રહી. ગ્રુપના તમામ સિનિયર એક્ટિવ સભ્યોએ પણ ઉમળકાભેર ભાગ લીધો. શ્રી સિદ્ધાર્થ ભાઈ તથા નરેશ ભાઈ રાવલે સંગીતજ્ઞ શ્રી ભદ્રેશ ભાઈ વોરા ,તથા જગદીશ ભાઈ શુકલનું સેવા બદલ સન્માન કર્યું. વિપુલ પ્રસાદ વિતરણના આનંદ સાથે આ સફળ કાર્યક્રમમાં અભુતપુર્વ ભક્તિ ઉલ્લાસ ઉત્સવનો સૌએ લહાવો લીધો.