સદ્ વિચાર પરિવાર સંસ્થાના મોભીના ૮૨માં જન્મદિવસની ઉજવણી કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/sadvichar-1024x516.jpg)
સદ્ વિચાર પરિવારના, ભારતની હિન્દુ સંસ્થાના મોભી, રાષ્ટ્રીય ભક્ત, નિષ્પક્ષ , સહજ માનવી વંદનીય શ્રી સિદ્ધાર્થભાઇ મણકીવાળાના ૮૨માં જન્મદિવસ ની ઉજવણી,”સદવિચાર પરિવાર વરિષ્ઠ ગૌરવ ગ્રૂપ ખાતે કરવામાં આવેલ, ગૃપનાં નિયામક પૂર્ણિમાબેન શાસ્ત્રીએ સાહજીક અભિવાદન કરેલ. તથા ગુજરાત સાહિત્ય અકાદમીના ઉર્દૂ ગૌરવ પુરસ્કાર ૨૦૨૩ સન્માનિત ડો. સતીન દેસાઈએ શ્રી સિદ્ધાર્થભાઇનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.