Western Times News

Gujarati News

સુરક્ષિત પાટાઓ અને સ્માર્ટ ટ્રેનો : “ભવિષ્યમાં વધુ સુરક્ષિત રેલવે યાત્રાઓ”

પ્રતિકાત્મક

વિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ વાત વિશેષરૂપે પ્રશંસનીય એટલે પણ છે, કારણ કે કોઈ પણ અન્ય દેશ પ્રત્યેક વર્ષે લાખ કરોડ યાત્રી કિલોમીટર (પીકેએમઅને લગભગ 685 કરોડ રેકોર્ડ યાત્રીઓનું રેલવે મારફતે અવરજવર કરાવનાર ભારતથી વધુ લોકોનું રેલવે મારફતે અવરજવર કરાવતો નથી.

આ સિદ્ધિ અનન્ય છે, ત્યાં સુધી કે પાડોશી દેશ ચીન પણ પોતાના વિશાળ રેલવે નેટવર્ક અને તુલનાત્મક વસ્તી આકાર છતાં મહાપરાણે અડધા યાત્રીએ (વાર્ષિક લગભગ 300 કરોડની જ અવરજવર કરાવે છે. Safer tracks and smart trains: “Safer rail journeys in the future”

સુરક્ષામાં નોંધપાત્ર સુધારો – ગંભીર ઘટનાઓની ઓળખના મુખ્ય સંકેતો – મહત્વપૂર્ણ રેલવે દુર્ઘટનાઓની સંખ્યા ભારે ઘટાડાથી જાહેર છે, જેમની સંખ્યા વર્ષ 2000-01 માં 473 થી ઘટીને વર્ષ 2023-24 માં ફક્ત 40 રહી ગઈ. આ સુધારો પાટાઓને બહેતર બનાવવા, માનવરહિત લેવલ ક્રોસિંગને સમાપ્ત કરવા, પુલોની સ્થિતિની નિયમિત દેખરેખ કરવાથી અને સ્ટેશનોને ડિજિટલ બનાવવા વગેરેની દિશામાં કરવામાં આવેલા કેન્દ્રિત પ્રયત્નોના મારફતે શક્ય થયું છે.

યાત્રીઓની સંખ્યા અને પાટાઓની લંબાઈ પર ધ્યાન કરવાથી આ સિદ્ધિ વધુ પ્રભાવશાળી થઈ જાય છે. કોઈપણ દિવસે સરેરાશ, કરોડથી વધુ લોકો 70,000 રૂટ કિલોમીટર (આરકેએમલાંબા નેટવર્ક પર યાત્રા કરે છે. પીક સિઝનમાં આ સંખ્યા પ્રતિદિવસ કરોડ સુધી પહોંચી જાય છે, જે એક અન્ય વિશ્વ રેકોર્ડ છે.

હકીકતમાં આનો આશય એ છે કે ભારત પ્રત્યેક દિવસે પોતાની લગભગ ટકા વસ્તીની સુરક્ષિત રીતે રેલવે મારફતે અવરજવર કરાવે છે, જ્યારે આની સરખામણીમાં ચીન ફક્ત 0.58 ટકા અને અમેરિકા 0.09 ટકા લોકોની ટ્રેન દ્વારા અવરજવર કરાવે છે.

લગભગ દોષરહિત સુરક્ષા રેકોર્ડ છતાં, રેલવે દુર્ઘટનાઓ વિશ્વભરમાં એક ગંભીર વાસ્તવિકતા છે. જોકે કોઈપણ રેલવે સિસ્ટમ માટે આદર્શ સ્થિતિ શરૂઆતથી જ એક પણ દુર્ઘટના ન થવા દેવી છે, પરંતુ કોઈ પણ પ્રમુખ નેટવર્ક આ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યું નથી. ભારતીય રેલવે (આઈઆર) નેટવર્કના ફક્ત ચોથા ભાગ જેટલા ઓસ્ટ્રેલિયન રેલવેમાં નાણાંકિય વર્ષ 2022-23 માં રેલગાડીઓના પાટા પરથી ઉતરી જવાની 52 ઘટનાઓ નોંધવામાં આવી. આ રીતે, ભારતીય રેલવેથી લગભગ બમણા આકારના 2,60,000 ટ્રેક કિલોમીટર (ટીકેએમ) વાળા અમેરિકન રેલવે નેટવર્કમાં એ જ વર્ષે રેલગાડીઓની પાટા પરથી ઉતરી જવાની 1,300 ઘટનાઓ નોંધવામાં આવી. 2,00,000 ટીકેએમ વાળા યુરોપીયન સંઘ નેટવર્ક (ભારતીય રેલવેના 1.5 ગણામાં 2022 માં 1568 દુર્ઘટનાઓ થઈ.

પોતાના સમકક્ષોની જેમ, ભારતીય રેલવેમાં પણ વર્ષ 2022-23 દરમિયાન રેલગાડીઓના પાટાથી ઉતરી જવાની ઘટનાઓ નોંધવામાં આવી, પરંતુ આ ઘટનાઓ ઘણી ઓછા 137 ના સ્તરે રહી.

આ સંખ્યા વિકસિત દેશોની સરખામણીમાં ભારતીય રેલવેના જબરદસ્ત સુરક્ષા પ્રદર્શનનું પ્રમાણ છે અને કેટલાક વર્ષોથી ઈચ્છનીય સ્તરથી ઓછું મૂડીગત વ્યય, અમલદારશાહી, રાજનીતિકરણ અને ભ્રષ્ટાચારના લીધે સુષુપ્ત અવસ્થામાં રહેવા છતાં શક્ય થયું છે. પરંતુ પાછલા કેટલાક દાયકાઓમાં ફેલાયેલી બદીઓની ગંદકીને સારા પ્રશાસનના એક અથવા બે કાર્યકાળમાં ધોઈ ન શકાય.

છતાં આઈઆર મિશ્ર વાહનવ્યવહાર મોડલનો ઉપયોગ કરે છે, વિદેશોમાં કેટલાય રેલવે માલ અને ઉતારૂ રેલગાડીઓ માટે અલગ-અલગ ટ્રેકનો ઉપયોગ કરે છે. આનો સારાંશ છે કે ભારતમાં દરેક દુર્ઘટના માટે રેલવે યાત્રી સુરક્ષાના ગંભીરરૂપના જોખમમાં પડવાની શક્યતા ઘણી વધારે છે.

દુર્ઘટનાઓના મૂળ કારણને તરત જ દૂર કરવું અને રેલગાડીના પાટાથી ઉતરવાથી મુક્ત રેલવે નેટવર્ક હાંસલ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આના માટે માનવીય ઇન્ટરફેસને ઘટાડવા અને પ્રણાલીગત વિશ્વનીયતામાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ ટેકનિકલ શરૂઆતની જરૂરીયાત રહેશે.

યાત્રી સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મુકતાં વર્ષ 2023-24 દરમિયાન સુરક્ષાથી જોડાયેલી પરિયોજનાઓમાં લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે અને ચાલુ નાણાંકિય વર્ષમાં એનાથી વધારે ખર્ચ કરવાની યોજના છે. આનો ઉદ્દેશ ટ્રેનો, પુલો, પાટાઓ અને સિગ્નલિંગ સિસ્ટમની ઉત્તમ જાળવણીની સાથે-સાથે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ દ્વારા પાટાઓની પાસે બહેતર માર્ગ સુરક્ષાની વ્યવસ્થા છે.

રેલવે સુરક્ષા પ્રદર્શનનું એક સૂચક આંક – પ્રતિ મિલિયન ટ્રેન કિલોમીટર દુર્ઘટના (એપીએમટીકે) ની સંખ્યા વર્ષ 2000-01 માં 0.65 થી ઘટીને 2023-24 માં 0.03 થઈ ગઈ છે. આ આધુનિક, અત્યાધુનિક ટ્રેક જાળવણી અને નવીનતમ મશીનોનો ઉપયોગ કરીને બહેતર ટ્રેક જાળવણી કરવાનું પ્રશંસનીય પરિણામ છે. આના સિવાય પાટાની ખામી શોધવામાં સુધારો, રેલ વેલ્ડ સંબંધિત ત્રુટીઓ પર અંકુશ અને માનવીય ત્રુટીઓને ઓછી કરવા માટે અપગ્રેટેડ ટેકનીક સહિત કેટલાક વધારાના ઉપાયો પણ કરવામાં આવ્યા છે.

આ પરિણામોને જાળવી રાખવા અને વધુ ઉત્તમ બનાવવા ટેકનીકલ દખલગીરી અને લક્ષ્યાંકિત પ્રશિક્ષણનું સંયોજન અપનાવવામાં આવ્યું છે.

પાટાઓની જાળવણી માટે આધુનિક મશીનોની ઉપસ્થિતિ 2013-14 દરમિયાન 700 થી વધારીને આ વર્ષે 1,667 કરવામાં આવી છે, જેનાથી પાટાઓની જાળવણીમાં સુધારો થયો છે. સંપત્તિની વિશ્વસનીયતાને વધારવા માટે સંપૂર્ણ નેટવર્કમાં રેલવે ગ્રાઈન્ડીંગ પણ લાગુ કરવામાં આવ્યું છે.

રેલવે સંચાલન માટે ગંભીર સુરક્ષા જોખમ ઉતપન્ન કરનારી તોફાની પ્રવૃત્તિઓને અટકાવવા અને ભાંગફોડ, પાટાઓથી છેડછાડ, તથા પાટાઓ પર અસંબંધિત વસ્તુઓ રાખવા જેવી સમસ્યાઓના નિવારણ માટે હવે પાટાઓ પર સતત દેખરેખ રાખવામાં આવે છે.

સુરક્ષા શરૂઆતનો એક મુખ્ય આધાર લોકો પાયલોટોને ખરાબ દ્રશ્યતાવાળા હરીયાળીથી ઘેરાયેલા વિસ્તારોમાં નેવિગેટ કરવામાં સહાયતા આપવા માટે જીપીએસ-આધારિત ફૉગપાસ ડિવાઈસની સંખ્યા વધારવાનો છે. વર્ષ 2014-15 માં ફક્ત 90 જીપીએસ-આધારિત ફૉગપાસ ડિવાઈસની સરખામણીમાં હવે આમની સંખ્યા 21,742 થઈ ગઈ છે.

પાયલોટની સતર્કતા વધારનારા સતર્કતા નિયંત્રણ ઉપકરણ (વીસીડી) તમામ એન્જિનોમાં લગાવવામાં આવ્યા છે. વર્ષ 2013-14 માં આમની સંખ્યા 10,000 થી પણ ઓછી હતી, જે આજે વધીને 16,021 થઈ ગઈ છે. બ્રોડ ગેજ માર્ગો પર 6,637 સ્ટેશનોમાંથી 99 ટકાથી વધુ પર પેનલ ઈન્ટરલોકિંગ, રૂટ રિલેઈન્ટરલોકિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ જેવી અપગ્રેડેડ સિગ્નલિંગ સિસ્ટમ્સની જોગવાઈ કરવામાં આવી છે.

આ સિવાય, ડ્રાઈવીંગ કૌશલ અને રિએક્શન ટાઈમને સુધારવા માટે લોકો-પાયલોટ હવે સિમ્યુલેટ-આધારિત (સિમ્યુલેટીંગ ફિલ્ડ એક્સપીરીઅન્સ) થી પસાર થાય છે, જ્યારે ફ્રન્ટ લાઈન સ્ટાફને અગ્નિશમનનું પ્રશિક્ષણ મળે છે. સરવાળે, વર્ષ 2023-24 દરમિયાન લાખથી વધુ રેલવે કર્મચારીઓએ વિવિધ પ્રકારના પ્રશિક્ષણ, આરંભિક, પ્રમોશનલ, રિફ્રેશર અને વિશેષ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા.

માનવ સુરક્ષા સિવાય, ભારતીય રેલવે દ્વારા વર્ષ 2024-25 પાટાઓના છેડે 6,433 કિલોમીટર (કિ.મી.) વાડ લગાવીને વન્યજીવ અને પશુધનની સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2024 સુધી આમાંથી 1,396 કિલોમીટર ઉપર કામ પૂરૂં થઈ ચુક્યું છે, જેનાથી આ માર્ગો પર પશુઓના ટકરાવાની ઘટનાઓમાં ઘટાડો થશે.

આ ઉપાયોના પૂરક રૂપે, વધારે સુરક્ષિત લિંકે-હૉફમેન-બુશ (એલએચબી) કોચ પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમનામાં દુર્ઘટના વખતે ઉતારૂને સુરક્ષિત રાખવાની ઉત્તમ વિશેષતાઓ હાજર છે. એમને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે અથડામણ થવા પર આ કોચ બીજા કોચ પર નથી ચઢી જતા, જેને પરિણામે રેલગાડી પાટા પરથી ઉતરવાની અને યાત્રીઓને ઈજા થવાની આશંકા ઓછી થઈ જાય છે. એલએચબી કોચ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિ પર સુરક્ષિત સંચાલન માટે બનાવવામાં આવ્યા છે. વર્ષ 2023-24 માં 4,977 એલએચબી કોચીઝના નિર્માણની સાથે એમના ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે, જે વર્ષ 2013-14 માં ઉત્પાદિત 2,467 થી બે ગણાથી પણ વધારે છે.

જોકે આ પગલાં પ્રશંસનીય છે, પરંતુ સરકારે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે યાત્રાને સુરક્ષિત બનાવવાના તેમના પ્રયત્નોમાં કોઈ ઘટાડો ન થાય. ભારતીય રેલવે પહેલેથી જ પરિવહનનું સૌથી સુરક્ષિત સાધન છે, પરંતુ ભવિષ્યમાં તે વધુ સુરક્ષિત થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.