ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભગવો લહેરાયો
ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર ભાજપે જીત નોંધાવી
(એજન્સી) અમદાવાદ, લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં લગભગ ૨૫ સીટો પર ભાજપ જીત નોંધાવી ચૂક્યું છે અને એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થયું છે. આ તમામ પાંચેય બેઠકો પર ભાજપે જીત નોંધાવી છે.
ગુજરાતમાં લોકસભાની સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. લોકસભાની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર ભાજપે જીત નોંધાવી છે.
વાઘોડિયા બેઠક પરથી ધર્મેંદ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી છે. તેમને ૧,૨૭,૪૪૬ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલને ૪૫૩૩૮ મત મળ્યા છે. આ સીટ પર ભાજપે ૮૨૧૦૮ મતની લીડ સાથે જીત નોંધાવી છે.
પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયાની જીત થઇ છે. મોઢવાડિયાને ૧૩૩૧૬૩ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓડેદરા ભીમાને ૧૬૩૫૫ મત મળ્યા છે. આ બેઠક પર મોઢવાડિયાએ ૧૧૬૮૦૮ મતની લીડ સાથે જીત નોંધાવી છે.
ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને ૮૮૪૫૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારને ૫૦૧૨૯ મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારનો ૩૮૩૨૮ મતની લીડ સાથે વિજય થયો છે. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો છે. આ બેઠક પર તેમને ૧૦૦૬૪૧ મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૪૪૪૧૩ મત મળ્યા છે.
ભાજપના ઉમેદવારે ૫૬૨૨૮ મતથી જીત નોંધાવી છે. માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને ૮૨૦૧૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૫૧૦૦૧ મત મળ્યા છે. આ બેઠક પર લાડાણીએ ૩૧૦૧૬ મતથી જીત નોંધાવી છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચાર ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. વાધોડિયા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા.