Western Times News

Gujarati News

સગીરાએ ઘરમાંથી દાગીના અને ૨૫ હજાર પ્રેમીને આપી દીધા

અમદાવાદ, શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં એક સગીર પુત્રી ના પિતા એ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ઘણા સમયથી માતા પિતાની જાણ બહાર પુત્રીએ પ્રેમ સંબંધ બાંધ્યો હતો. સગીરા તેના પ્રેમીને અવાર નવાર મળતી ત્યારે હોટલમાં જતી ત્યારે શારિરીક સંબંધો બાંધતી હતી.

પરંતુ એક દિવસ સગીરાના ઘરમાંથી દાગીના અને ૨૫ હજાર ગાયબ થતાં પિતાએ સભ્યોની પૂછપરછ કરતા સગીરાએ પોતાના પ્રેમ સંબંધની અને શારિરીક સંબંધની જાણ કરતા ભાંડો ફુટ્યો હતો. જેથી પિતાએ પુત્રીના પ્રેમી સામે સરખેજમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના સરખેજ વિસ્તાર માં રહેતી ૧૭ વર્ષીય સગીરા કોલેજ માં અભ્યાસ કરે છે.

સગીરા ના પિતા એ પાંચ દિવસ પહેલા પત્ની ને ૨૫ હજાર રૂપિયા તીજોરી માં મૂકવા આપ્યા હતા. બાદ માં બીજા દિવસે આ સગીરા ની માતા તે નાણાં લેવા જતા તિજોરીમાંથી ગાયબ હતા. તિજોરીમાં મૂકેલા નાણાં ન મળતા સગીરાની માતાએ પતિને જાણ કરી હતી.

ત્યારે તિજોરીમાંથી ૨૫ હજાર અને સોનાના દાગીના ગણતરીના સમયમાં ગાયબ થતાં ઘરમાં લોકોની પૂછપરછ કરાઇ હતી. ત્યારે સગીરાએ માતા પિતા સમક્ષ કબૂલાત કરી હતી કે, એકાદ વર્ષ પહેલા તેને ધોળકાના એક યુવક સાથે સોશિયલ મીડિયા થકી સંપર્ક થયો હતો.

બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને સરખેજ ઉજાલા સર્કલ પર આવેલી હોટલમાં લઇ જઇને સંબંધ પણ બાંધ્યા હતા.

આ દરમિયાનમાં યુવકને નાણાંની જરૂર પડતા તેણે સગીરા પાસે માંગણી કરતા સગીરાએ ઘરમાં પડેલા સોનાના દાગીના પ્રેમીને આપી દીધા હતા. દાગીના લીધા બાદ પ્રેમીએ વધુ નાણાંની માંગણી કરતા સગીરાએ તેના ઘરમાં મૂકેલા ૨૫ હજાર પણ પ્રેમીને આપ્યા હતા.

પ્રેમીને નાણાં આપી દીધા બાદ બંને હોટલમાં ગયા હતા અને ત્યાં ફરી પ્રેમીએ સંબંધ બાંધ્યા હતા. આ ઘટનાની સગીરાના પિતાને જાણ થતાં તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સગીરાના પ્રેમી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.