Western Times News

Gujarati News

વેડિંગ એનિવર્સરી પર સાગિરકા ઘાટગેએ શેર કરી અનસીન તસવીરો

મુંબઈ, ફિલ્મ ચક દે ઈન્ડિયા ફેમ સાગિરકા ઘાટગેએ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા તેને આજે (૨૩ નવેમ્બર) પાંચ વર્ષ થઈ ગયા છે. વેડિંગ એનિવર્સરી પર સાગરિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પતિ સાથેની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.

પોસ્ટની પહેલી તસવીર કપલે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યા તે સમયની છે, જેમાં એક્ટ્રેસ રેડ કલરની સાડી અને હેવી જ્વેલરીમાં જાેવા મળી રહી છે. જેમાં તે ગજબની સુંદર લાગી રહી છે જ્યારે ઝહીરે પિંક કલરનો કૂર્તો અને પાયજામો પહેર્યો છે. બાકીની તસવીરો તેમના કોઈ વેકેશન દરમિયાનની હોય તેમ લાગે છે. આ સાથે તેણે શોર્ટ પરંતુ સ્વીટ નોટ લખી છે.

વેડિંગ એનિવર્સરી પર પતિ ઝહીર ખાનને વિશ કરતાં સાગરિકા ઘાટગેએ લખ્યું છે ‘હું જેને ઓળખું છું તે શ્રેષ્ઠ પુરુષ, જેને મારો કહેતા ખૂબ જ નસીબદાર અનુભવી રહી છું. હેપ્પી એનિવર્સરી ઝક. લવ યુ સો સો મચ. હંમેશા કૃતજ્ઞ રહીશ. આ સાથે તેણે ફોલ્ડેડ હેન્ડ અને કેટલાક રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે.

ચક દે ઈન્ડિયાની કો-એક્ટર વિદ્યા માલવડેએ કપલને અભિનંદન પાઠવતાં લખ્યું છે ‘હંમેશા માટે ખુશી અને પ્રેમ ડાર્લિંગ્સ’. આ સિવાય સિંગર અમૃતા કાકે કોમેન્ટ કરી છે ‘હેપ્પી એનિવર્સરી ખૂબ બધો પ્રેમ’. અન્ય કેટલાક ફ્રેન્ડ અને ફેન્સે પણ બંનેને શુભેચ્છા પાઠવી છે.

સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનની લવ સ્ટોરીની વાત કરીએ તો, તેમની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. એક પાર્ટીમાં પહેલીવાર તેઓ મળ્યા હતા. પહેલા તેઓ મિત્રો બન્યા અને ધીમે-ધીમે તે મિત્રતા પ્રેમમાં પરિણની હતી.

બંને એકબીજાને ડેટ કરતા હોવાની ઘણા ચર્ચા થતી હતી પરંતુ જાહેરમાં ક્યારેય જાેવા મળ્યા નહોતા. ૨૦૧૬માં યુવરાજ સિંહના લગ્ન થયા ત્યારે તેઓ કપલ તરીકે મીડિયા સામે આવ્યા હતા. સાગરિકા ઘાટગે સાથે ઝહીર ખાન લગ્ન કરે તે વાત તેના પરિવારને મંજૂર નહોત.

તેણે પરિવારના સભ્યોને મનાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. તેણે સાગરિકાની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ની સીડી પરિવાર માટે મગાવી હતી, જે જાેયા બાદ તેમણે લગ્ન માટે હા પાડી હતી. આઈપીએલની ૨૦૧૭ની સીઝન દરમિયાન ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ સગાઈ કરી હતી. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી અને આ જ વર્ષે ૨૩ નવેમ્બરે તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.