ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાંથી સઈ અને વિરાટની વિદાય
મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં લીપ આવવાનો છે અને આ સાથે નવા લીડ એક્ટર્સની એન્ટ્રી થશે. આયશા સિંહ, નીલ ભટ્ટ અને હર્ષદ અરોરાના પાત્રોની ૨૦ વર્ષના લીપ પહેલા એક્ઝિટ થશે.
શોમાં અત્યારસુધીમાં દેખાડવામાં આવેલા ટિ્વસ્ટ શ્ ટર્ન્સ સાથેના હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે દર્શકો ટીવી સ્ક્રીન સામે બેસી રહેવા મજબૂર બન્યા હતા. આયશા સિંહ અને નીલ ભટ્ટ ઉર્ફે ઈંજીટ્ઠૈઇટ્ઠંની કેમેસ્ટ્રીને તેના ફેન્સ ખૂબ મિસ કરવાના છે. આ બંને કલાકારો તેમના છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂરું કરી દીધું છે.
ત્યારે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેઓ સંભારણા રૂપે પોતાની સાથે સેટ પરથી શું લઈ જઈ રહ્યા છે તેનો ખુલાસો કર્યો હતો. સઈના રોલમાં જાેવા મળેલી આયશા સિંહે કહ્યું હતું કે ‘શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માટે સફર સુંદર અને મોહક રહી છે. આ એવી ક્ષણો છે જેને હું જીવનભર યાદ રાખીશ અને મારા દિલમાં બંધ કરીને રાખીશ. પ્રેમ એ એવી વસ્તુ છે હું મારી જર્નીમાંથી પાછી લઈશ પરંતુ મારી સૌથી કિંમતી યાદ સઈનો ડોક્ટર કોટ છે.
જેને હું મારી સાથે ઘરે લઈ જઈ રહી છું કારણ કે તે વિરાટે સઈને આપ્યો હતો. સઈનું પાત્ર લાગણીઓથી ભરેલું છે, જે સીધીસાદી છોકરી, એક પ્રેમાળ પત્ની અને માતા છે, જે અન્ય કરતાં પોતાના પરિવારને આગળ રાખે છે. સઈની એક એવી ક્વોલિટી જે હું તેની પાસેથી શીખવા માગું છું તે એ છે કે સંઘર્ષના સમયમાં પણ સતત હસતા રહેવું.
પરંતુ તેમા એક ટિ્વસ્ટ પણ છે. જ્યારે રિયલ લાઈફની વાત આવે છે ત્યારે આયશા સઈથી એકદમ વિરુદ્ધમાં છે. હું સેટ પર પ્રેન્કસ્ટર હતી અને મારા તમામ કો-એક્ટર્સને મેં પરેશાન કર્યા છે. તો વિરાટ ઉર્ફે નીલ ભટ્ટે કહ્યું હતું કે, ‘વિરાટ અને તેની વરદી સાથે-સાથે જવાની છે.
આ ત્રીજીવાર હતું ત્યારે મેં આ યુનિફોર્મ પહેર્યો હતો અને પોલીસનું પાત્ર ભજવ્યું હતું. મને વર્દી પહેરીને ખુશી થાય છે. વિરાટની વર્દી નીલના જીવનનો મહત્વનો ભાગ છે અને શોમાંથી જતી વખતે તેને હું મારી સાથે લઈને જવાનો છું. આ એવો ખજાનો છે જેને હું હંમેશા મારી સાથે રાખીશ. પ્રામાણિકતા અને સન્માન દર્શાવતી વર્દીએ વિરાટનું પાત્ર ભજવવામાં ફાળો આપ્યો છે.
મારા પાત્ર વિરાટ પર પ્રેમ વરસાવવા અને શોનો ભાગ બનવાની નવી પેઢી તરફથી અમને જેટલો પ્રેમ મળ્યો છે તે માટે હું દર્શકોનો આભારી છું’. જણાવી દઈએ કે, લીપ બાદ લીડ રોલમાં શક્તિ અરોરા, ભાવિકા શર્મા અને સુમિત સિંહની એન્ટ્રી થવાની છે. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આયશા સિંહે જ્યારે તેના પાત્રનો અંત આવવાનો હોવાની જાણ થઈ ત્યારે કેવા પ્રકારનું રિએક્શન હતું તેના વિશે વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે, તેના મનમાં મિશ્ર લાગણીઓ હતી. જાે કે, તેને તે વાતની પણ ખુશી હતી કે પાત્રને ગમે તે રીતે લઈ જવા કરતાં તેના પર પૂર્ણવિરામ મૂકાય રહ્યું છે. તેણે કહ્યું હતું કે, પાત્ર હોય કે વાર્તા તેને ખોટી દિશામાં લઈ જવાનો અર્થ નથી, તેના કરતાં તેને આગળ ન વધારવામાં આવે તે જ સારું રહેશે.SS1MS