Western Times News

Gujarati News

સાઇ લાઇફ સાયન્સિસનો IPO 11 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

  • પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 522થી રૂ. 549નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે (“Equity Share”).
  • બિડ/ઓફર બુધવાર, 11 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ખૂલવાની અને બંધ થવાની તારીખ મંગળવાર, 10 ડિસેમ્બર, 2024 રહેશે.
  • બિડ્સ લઘુતમ 27 ઇક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ 27 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

અમદાવાદ, 9 ડિસેમ્બર, 2024 – સાઇ લાઇફ સાયન્સિસ લિમિટેડ (“Sai Life” or “The Company”) બુધવાર, 11 ડિસેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે (“Offer”) બિડ/ઓફર સમયગાળો શરૂ કરવાની દરખાસ્ત કરે છે.

ઓફરમાં રૂ. 9,500 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના જેટલી સંખ્યાના ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”) અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા (“Offer for Sale”) 3,81,16,934 ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (the “Selling Shareholders”). (The “Total Offer Size”).

કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો રૂ. 7,200 મિલિયન જેટલા અંદાજિતપણે કંપની દ્વારા મેળવાયેલા તમામ કે ચોક્કસ ઋણના સંપૂર્ણ કે આંશિક ચૂકવણી/પૂર્વચૂકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાની દરખાસ્ત કરે છે (The “Objects of the Offer”).

વેચાણ માટેની ઓફરમાં સાઇ ક્વેસ્ટ સાઇન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 64,54,780 સુધીના ઇક્વિટી શેર્સ (the “Promoter Selling Shareholder”), ટીપીજી એશિયા VII એસએફ પીટીઈ લિમિટેડ દ્વારા 2,31,59,368 સુધીના ઇક્વિટી શેર્સ, એચબીએમ પ્રાઇવેટ ઇક્વિટી ઈન્ડિયા દ્વારા 62,10,186 સુધીના ઇક્વિટી શેર્સ (collectively, the “Investor Selling Shareholders”), અને ભારતી શ્રીવારી દ્વારા 6,50,000 સુધીના ઇક્વિટી શેર્સ, અનિતા રૂદ્રરાજુ નંદયાલા દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, રાજુ પેનમાસ્તા દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, ડો. ડિર્ક વોલ્ટર સેર્ટર દ્વારા 2,50,000 સુધીના ઇક્વિટી શેર્સ, જગદીશ વિશ્વનાથ ડોરે દ્વારા 2,45,100 સુધીના ઇક્વિટી શેર્સ, રાજગોપાલ શ્રીરામ તત્તા દ્વારા 62,500 સુધીના ઇક્વિટી શેર્સ, પાંડુ રંગ રાજુ દ્વારા 80,000 સુધીના ઇક્વિટી શેર્સ અને વેંકટ નરસિંહ શાસ્ત્રી રેંડુચિંતલા (collectively, The “Other Selling Shareholders”) દ્વારા 5,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો શરૂ થવાની અને બંધ થવાની તારીખ મંગળવાર, 10 ડિસેમ્બર, 2024 છે. બિડ/ઓફર બુધવાર, 11 ડિસેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે (The “Bid Details”).

ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 522થી રૂ. 549 પર (the “Price Band”) ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 27 ઇક્વિટી શેર અને ત્યારબાદ 27 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે (The “Bid Lot”).

આ ઇક્વિટી શેર હૈદરાબાદ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, તેલંગાણામાં 5 ડિસેમ્બર, 2024ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા કરવામાં આવે છે (The “RoC”).

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” together with BSE, the “Stock Exchanges”) જેવા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત શેર બજાર છે (The “Listing Details”).

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે (The “BRLMs”).

અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1) સાથેના અનુપાલનમાં અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન),  નિયમો 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં જેમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શન પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાલવણી માટે બાકી રહેલા ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટેના બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત ઓફરના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (1) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની બિડ સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રખાશે (2) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000 લાખથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફરની કિંમતે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં તેમની બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 393થી શરૂ થતી “Offer Procedure” વાંચો.

Disclaimer:  SAI LIFE SCIENCES LIMITED is proposing, subject to, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the RHP dated December 5, 2024 with the RoC. The RHP is available on the website of the Company at www.sailife.com, SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively, and the BRLMs, i.e. Kotak Mahindra Capital Company Limited, IIFL Capital Services Limited (Formerly known as IIFL Securities Limited), Jefferies India Private Limited and Morgan Stanley India Company Private Limited at https://investmentbank.kotak.com, www.iiflcap.com, www.jefferies.com and www.morganstanley.com/india, respectively. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled “Risk Factors” of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.