વારાણસીમાં ચાર મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવાઈ
વારાણસી, ભગવાન મહાદેવની નગરી વારાણસીમાં મંદિરોમાં સ્થાપિત સાંઈ બાબાની મૂર્તિઓને હટાવવામાં આવી રહી છે. કાશીના વિશ્વપ્રસિદ્ધ બડા ગણેશ લોહટિયા મંદિરમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવવાની સાથે અન્ય મંદિરોમાં પણ આ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
મૂર્તીના ચહેરાને કપડાથી ઢાંકીને બડા ગણેશ મંદિરમાં સ્થાપિત સાંઈની મૂર્તિને દૂર કરવા ઉપરાંત સનાતન રક્ષક દળના સભ્યોએ ૧૪ મંદિરોમાંથી પણ સાંઈની મૂર્તિ હટાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં ૨૮ મંદિરો છે જ્યાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવશે.
મૂર્તિઓ હટાવવાનું કામ સનાતન રક્ષક દળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સનાતન રક્ષક દળના પ્રમુખ અજય શર્માનું કહેવું છે કે જ્યારે સનાતન ધર્મના દેવતાઓ ધાર્મિક નગરી કાશીમાં છે તો પછી કાશીના મંદિરોમાં ચાંદ મિયાં ઉર્ફે સાંઈની પૂજા શા માટે કરવી જોઈએ? જેઓ સાંઈમાં માને છે, તેઓએ તેમના ઘરે અથવા સાંઈના નામ પર બનેલા મંદિરોમાં પૂજા કરવી જોઈએ.
દેવી-દેવતાઓની જેમ પૂજા કરવી યોગ્ય નથી. સનાતન ધર્મમાં ભૂતપૂજા નથી. આ સાથે સનાતન રક્ષક દળનું કહેવું છે કે હવે અગસ્તેશ્વર મંદિર અને ભૂતેશ્વર મંદિરની સાથે લગભગ ૨૭ મંદિરો જ્યાં સાંઈની મૂર્તિ છે તે દૂર કરવામાં આવશે.
મંદિરના પૂજારી આચાર્ય રાજેશ તિવારીએ જણાવ્યું હતું કે જ્યારે આખા દેશમાં અચાનક સાંઈ પૂજા વધી ગઈ છે ત્યારે ૨૦૧૩માં એક ભક્તે આ મૂર્તિ અહીં સ્થાપિત કરાવી હતી. હકીકતમાં, દેવી-દેવતાઓની સાથે સાંઈની પૂજા કરવી યોગ્ય નથી. સાંઈ મૂર્તિ હટાવવાના મામલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને તણાવ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે સતર્કતા રખાઈ રહી છે. બડા ગણેશ મંદિરમાં સ્થિત આનંદેશ્વર શિવલિંગની બાજુમાં હવે સાંઈની મૂર્તિને હટાવી દેવામાં આવી છે.
અજય શર્માના કહેવા પ્રમાણે, સાંઈની મૂર્તિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ કાયદો અને વ્યવસ્થાને જોતા પોલીસદળ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલમાં સનાતન રક્ષક દળ હવે પીછેહઠ કરવા તૈયાર નથી.SS1MS