સૈફ અલી-કરીના કપૂરે ખાને મર્સિડિઝ બેન્ઝ કાર ખરીદી
મુંબઈ, બોલિવુડના પાવર કપલ પૈકીના એક સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને હાલમાં જ નવી મર્સિડિઝ બેન્ઝ કાર ખરીદી છે. કરીના અને સૈફની નવી કારની ડિલિવરી રવિવારે થઈ હતી. રવિવારે તેમના ઘરે નવી નક્કોર કાર લાવવામાં આવી હતી.
કરીનાએ દીકરા જેહને સાથે રાખીને કાર પરથી કપડું હટાવ્યું હતું. જે બાદ શ્રીફળ વધેરવામાં આવ્યું હતું. કારની પૂજાવિધિ પૂરી થયા પછી કરીના અને સૈફનો નાનો દીકરો તેમાં બેસીને ફરવા નીકળ્યો હતો. જેહ અલી ખાને તેની આયા સાથે સૌથી પહેલા આ કારમાં બેસીને આંટો માર્યો હતો.
કરીનાના ઘરની બહાર એકઠા થયેલા મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વિડીયો શેર કર્યો હતો. જેમાં કરીના કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળી રહી છે.
કરીના કપૂરે નાના દીકરા જેહને તેડ્યો છે. જેહે બ્લૂ રંગનું ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે. નવી કારની પૂજા કર્યા પછી જેહ પોતાના આયા સાથે કારમાં આંટો મારવા ગયો હતો. કારમાં બેસીને જેહે મીડિયાના ફોટોગ્રાફર્સને જાેઈને બાય પણ કર્યું હતું. આંટો મારીને આવેલો જેહ ખુશ લાગતો હતો.
તે કાલીઘેલી ભાષામાં નેની સાથે કંઈક વાતો કરતો જાેવા મળ્યો હતો. જેહનો આ નવી કારનો વિડીયો જાેઈને લોકો સોશિયલ મીડિયા પર સૈફ-કરીનાને અભિનંદન પાઠવી રહ્યા છે. સાથે જ કેટલાક યૂઝર્સ એમ કહી રહ્યા છે કે, આ આયા કિસ્મતવાળા છે કે તેમને જેહ સાથે નવી-નવી ગાડીઓમાં બેસવાની તક મળે છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અને કરીનાએ મર્સિડિઝ બેન્ઝ જી ૩૫૦D કાર ખરીદી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કારની ભારતમાં કિંમત ૧.૯૦ કરોડ રૂપિયાની આસપાસ છે.SS1MS