સૈફ અલી ખાન લંડનમાં મિત્રો માટે શેફ બન્યો

મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન તેમના બંને દીકરા- તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન સાથે ઘણા અઠવાડિયાથી લંડનમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે.
જ્યાં તેઓ તેમની ફેવરિટ કોફી પી રહ્યા છે, પાર્ક અને મ્યૂઝિયમની મુલાકાત લઈ રહ્યા છે તેમજ કોન્સર્ટમાં હાજરી આપી રહ્યા છે સાથે-સાથે ત્યાં રહેતા મિત્રો સાથે પાર્ટી પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના લંડન વેકેશનની તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે.
કરીના અને સૈફની મ્હ્લહ્લ એલેક્ઝેન્ડ્રા ગેલિગને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પટૌડી પરિવારની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તેમણે રવિવારનો દિવસ કેવી રીતે પસાર કર્યો તેની ઝલક દેખાડી છે. રવિવારે લંડનમાં જ્યારે બધા મિત્રો ભેગા થયા ત્યારે સૈફ અલી ખાને તેમના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું.
તેની તસવીર એલેક્ઝેન્ડ્રાએ શેર કરી છે. જેમાં તે ગ્રે ટીશર્ટ અને ડેનિમમાં જાેવા મળી રહ્યો છે અને રસોડામાં કંઈક બનાવી રહ્યો છે. આ સાથે લખ્યું છે ‘શેફ સૈફ અલી ખાન સાથે પર્ફેક્ટ સન્ડે, જે અમારા માટે રસોડામાં કંઈક બનાવી રહ્યો છે. સ્વાદિષ્ટ!!. સૈફ અલી ખાન જ્યારે કૂકિંગ કરવામાં વ્યસ્ત હતો ત્યારે કરીના કપૂર દીકરા જેહને લઈને પાર્કમાં પહોંચી હતી. તેની તસવીર પણ તેની ફ્રેન્ડે શેર કરી છે.
જેમાં નાનકડા જેહે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તે ૧૭ મહિનાનો થઈ ગયો છે અને તેને થોડા દાંત પણ આવી ગયા છે. તે કેમેરા સામે જાેઈને હસી રહ્યો છે અને એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે ‘સન્ડે વાઈબ્સ…શેફ અલી ખાન રસોડામાં હાર્ટ વર્ક કરી રહ્યો છે અને અમે ચિલ કરી રહ્યા છે’.
આ સાથે તૈમૂરની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી છે, જેમાં તે દરિયાકિનારે ઉભો છે અને શ્વાન સાથે રમી રહ્યો છે. રાતે બધાએ સાથે મળીને ભોજન પણ લીધું હતું. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન તેમના મિત્રો સાથે ડાઈનિંગ ટેબલ પર જાેવા મળી રહ્યા છે. આ સાથે લખ્યું છે ‘અદ્દભુત મિત્રો સાથે અદ્દભુત વીકએન્ડ.
અગાઉ, કરીના કપૂર નીતૂ કપૂરના ૬૪મા બર્થ ડે સેલિબ્રિશનમાં પરિવાર સાથે પહોંચી હતી. જ્યાં કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂર સહિતના કપૂર પરિવારના મોટાભાગના સભ્યો ભેગા થયા હતા. તમામે ત્યાંની રેસ્ટોરાંમાં ચાઈનીઝ ફૂડની મજા લીધી હતી.SS1MS