સૈફ પર હુમલા મામલે પકડાયેલા છત્તીસગઢના શંકાસ્પદનું દર્દ છલકાયું
‘મારું જીવન બરબાદ કરી નાખ્યું’
૧૯મી જાન્યુઆરીની સવારે, મુંબઈ પોલીસે થાણેના પાડોશી વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી
મુંબઈ,
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના શંકાસ્પદ તરીકે છત્તીસગઢના દુર્ગમાં અટકાયત કરાયેલા આકાશ કનૌજિયા નામના વ્યક્તિએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ન્યાયની પણ માંગણી કરી છે. આકાશે રવિવારે (૨૬મી જાન્યુઆરી) જણાવ્યું કે, ‘પોલીસ કાર્યવાહી પછી મારૂ જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, મારી પાસે કોઈ નોકરી નથી અને પરિવાર બદનક્ષીનો સામનો કરી રહ્યો છે.’અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસની સૂચનાના આધારે, રેલવે પ્રોટેક્શન ફોર્સએ ૧૮મી જાન્યુઆરીના રોજ દુર્ગ સ્ટેશન પર મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ-કોલકાતા શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી ૩૧ વર્ષીય આકાશ કનોજિયાને અટકાયતમાં લીધો હતો.
૧૯મી જાન્યુઆરીની સવારે, મુંબઈ પોલીસે થાણેના પાડોશી વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી, ત્યારબાદ દુર્ગ આરપીએફે આકાશ કનોજિયાને છોડી દીધો હતો.મીડિયા સાથેની વાતચીતમાં આકાશ કનોજિયાએ જણાવ્યું હતુ કે, “જ્યારે મીડિયાએ મારા ફોટા બતાવવાનું શરૂ કર્યું અને દાવો કર્યાે કે હું આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છું ત્યારે મારો પરિવાર આઘાત પામ્યો અને રડી પડ્યો. મુંબઈ પોલીસની એક ભૂલે મારું જીવન બરબાદ કરી દીધું. તેઓ એ વાત પર ધ્યાન આપવામા નિષ્ફળ ગયા કે મારી મૂછો છે અને અભિનેતાના મકાનમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા માણસની મૂછ નહોતી.
”તેમણે દાવો કર્યાે કે, ‘ઘટના પછી, મને પોલીસનો ફોન આવ્યો અને તેઓએ મને પૂછ્યું કે હું ક્યાં છું. જ્યારે મેં તેમને કહ્યું કે હું ઘરે
છું, ત્યારે ફોન કાપી નાખવામાં આવ્યો. હું મારી થનારી દુલ્હનને મળવા જઈ રહ્યો હતો. જ્યારે મને દુર્ગમાં અટકાયતમાં લેવામાં આવ્યો અને પછી રાયપુર લઈ જવામાં આવ્યો. ત્યાં પહોંચેલી મુંબઈ પોલીસની ટીમે મને પણ માર માર્યાે.’ઉલ્લેખનીય છે કે, ૧૫મી જાન્યુઆરીની રાત્રે, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સતગુરુ શરણના ૧૨મા માળે સ્થિત અભિનેતા સૈફ અલી ખાનના નિવાસસ્થાને લૂંટના પ્રયાસ દરમિયાન, એક વ્યક્તિએ તેમના પર છરીથી હુમલો કર્યાે હતો.ss1