સૈફે મમ્મી-બહેનોને ઘરે જમવા બોલાવ્યા

મુંબઈ, કરીના કપૂર ખાન હાલ લંડનમાં હંસલ મહેતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ કરીના નાના દીકરા જેહ સાથે લંડન ગઈ હતી. જ્યારે તેનો પતિ સૈફ અલી ખાન અને મોટો દીકરો તૈમૂર મુંબઈમાં છે.
તૈમૂર અને સૈફ મુંબઈમાં એકલા છે ત્યારે તેમને કંપની આપવા માટે રવિવારે તેના મમ્મી શર્મિલા ટાગોર, બહેનો સબા પટૌડી અને સોહા અલી ખાન આવી પહોંચ્યા હતા. સૈફ અલી ખાને પોતાના ઘરે પરિવારજનો માટે સંડે બ્રંચનું આયોજન કર્યું હતું. તૈમૂર અને ઈનાયાએ સ્વિમિંગ પુલમાં પણ ખૂબ મસ્તી કરી હતી. સોહાનો પતિ કુણાલ ખેમૂ પણ દીકરી ઈનાયા સાથે પુલમાં મસ્તી કરતો દેખાયો હતો.
સૈફની બહેનો સબા અને સોહાએ રવિવારે વિતાવેલા ફેમિલી ટાઈમની ખાસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. સૈફ અલી ખાનના નવા ઘરમાં પુલ સાઈડ પર મોટું ડાઈનિંગ ટેબલ ગોઠવવામાં આવ્યું છે. બાળકો અને કુણાલે પુલમાં મસ્તી કર્યા પછી સૌએ બ્રંચમાં બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનો આનંદ લીધો હતો.
સોહાએ શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, ડાઈનિંગ ટેબલ પર સૉસ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ મૂકેલા છે. સોહાની બાજુમાં તૈમૂર બેઠો છે, તેની બાજુમાં સૈફ, તેમની બાજુમાં શર્મિલા અને કુણાલ દેખાઈ રહ્યા છે. કુણાલની બાજુમાં નાનકડી ઈનાયા જાેવા મળી રહી છે.
બીજી તસવીરમાં શર્મિલા ટાગોર ત્રણેય બાળકો સાથે પોઝ આપતાં જાેવા મળી રહ્યા છે. એક તસવીરમાં કુણાલ અને ઈનાયા બર્ગર ખાતા જાેઈ શકાય છે. એક તસવીરમાં પુલમાં ઈનાયા અને કુણાલ મસ્તી કરે છે. તો છેલ્લી તસવીર સોહા અને તેની બહેન સબાની છે.
આ તસવીરો શેર કરતાં સોહાએ લખ્યું, “એક રવિવાર (તડકામાં.) કરીના કપૂર ખાન અને જેહ બાબાને ખૂબ યાદ કર્યા. સબા પટૌડીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બહેન સોહા અને મમ્મી તેમજ ભાઈ સાથેની તસવીરો શેર કરી છે. તેણે ફોટોઝ શેર કરતાં લખ્યું, સ્પેશિયલ ટાઈમ અને સંડે બ્રંચ પરિવાર સાથે.
બેબો અને જેહ બાબાને ખૂબ યાદ કર્યા.” કરીનાએ આ તસવીરો પર કોમેન્ટ કરતાં લખ્યું, કેટલી સુંદર તસવીરો છે. અમે પણ તમને મિસ કરીએ છીએ??. જલ્દી મળીશું. અમ્માને બહાર બહુ ગરમી ના લાગી?? સબાએ મમ્મી શર્મિલા ટાગોર સાથેની પણ કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. જેમાં મા-દીકરી પુલ સાઈડ પર રાખેલા સોફામાં બેસીને પોઝ આપી રહ્યા છે.SS1MS