હું પોઝ આપું ત્યારે સૈફ કરે છે સવાલ: કરીના કપૂર
મુંબઈ, કરીના કપૂર પાપારાઝીની ફેવરિટ હીરોઈનમાંથી એક છે, તે જ્યારે ઘર બહાર નીકળે ત્યારે તેઓ તેને કેમેરામાં કેપ્ચર કરવા પડાપડી કરે છે. તેના બંને બાળકો- તૈમૂર અને જેહને પણ તેઓ ખૂબ પસંદ કરે છે.
થોડા જ દિવસ પહેલા સૈફ અલી ખાન અને કરીના જ્યારે પાર્ટીમાં પરત આવ્યા ત્યારે એક ફોટોગ્રાફર બિલ્ડિંગની દિવાલ કૂદી ગયો હતો અને છેક મેઈન ગેટ સુધી પહોંચી ગયો હતો. ત્યારે સૈફે કટાક્ષમાં ‘તમે લોકો અમારા બેડરૂમમાં પણ ઘૂસી જાઓ’ તેમ કહ્યું હતું.
બાદમાં એક સ્ટેટમેન્ટમાં પણ તેણે પાપારાઝીએ સીમાનું ઉલ્લંઘન ન કરવું જાેઈએ તેમ કહ્યું હતું. હવે, કરીનાએ તે અને સૈફ પાપારાઝી સાથેના રિલેશનશિપમાં કોઈ ફેરફાર લાવવાનું વિચારી રહ્યા છે કે કેમ તે જણાવ્યું હતું.
ઝૂમ એન્ટરટેન્મેન્ટ સાથે વાતચીત કરતાં કરીના કપૂરે કહ્યું હતું કે હું કોઈ લાઈન દોરી રહી નથી. હકીકતમાં, તો મને કોઈ ફરક નથી પડતો. જાે તેઓ તસવીરો ક્લિક કરતાં હોય તો ભલે ને કરતાં. હું તેમા શું કરું. સૈફ અને હું પ્રમાણિક છીએ. પરંતુ બિલ્ડિંગમાં ઘૂસી જવું અથવા મારા બાળકો રમતાં હોય ત્યારે તેમની તસવીરો ક્લિક કરવી તે ઠીક નથી. ફોટોગ્રાફર્સ પાસેથી અમે માત્ર આટલું જ ઈચ્છીએ છીએ.
કરીના કપૂરે પાપારાઝીને પોઝ ન આપ્યા હોય તેવું અત્યારસુધીમાં ભાગ્યે જ એવું બન્યું છે. આ વાત સૈફને પસંદ નથી. એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સૈફ કહેતો રહે છે કે, તું હંમેશા પોઝ આપે છે. હું તેને કહું છું કે, હા મને ગમે છે.
સૈફ હંમેશા ચાલતો રહે છે અને શાંત રહેવાનો પ્રયાસ કરે છે. તે મને હંમેશા પૂછે છે કે ‘તું કેમ પોઝ આપી રહી છે?’. અને હું તેને શાંત રહેવા કહું છું. ફોટોગ્રાફર બિલ્ડિંગ સુધી પહોંચી ગયો હોવાથી સૈફે નોકરીમાંથી તેને કાઢી મૂક્યો હોવાની ખબર હતી.
જાે કે, એક્ટરે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘બિલ્ડિંગ સિક્યુરિટી ગાર્ડને કાઢવામાં આવ્યો નથી. આ તેની ભૂલ નથી. અમે ફોટોગ્રાફર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાના નથી. કારણ કે, અમે આ બધું ઈચ્છતા નથી.
જાે કે, બિલ્ડિંગમાં ઘૂસી જવું, સિક્યુરિટી ગાર્ડની વાત ન માનવી, અમારી સામે ૨૦ કેમેરા રાખવા… તે ખરાબ વર્તન છે અને દરેકે તેમની લિમિટની રહેવું જાેઈએ. અમે હંમેશા પાપારાઝીને સપોર્ટ આવ્યો છે અને સમજીએ પણ છીએ. પરંતુ તેમને જે કરવું હોય તે ગેટ બહાર કરે’.SS1MS