સૈફ દેશની વસ્તીમાં ઘણું યોગદાન આપી ચૂક્યો છે

મુંબઈ, કરીના કપૂર ખાન હાલ લંડનમાં સમર હોલિડેનો આનંદ લઈ રહી છે. પતિ સૈફ અલી ખાન અને બંને દીકરાઓ સૈફ-તૈમૂર સાથે કરીના રજાઓ ગાળી રહી છે. જુદી-જુદી જગ્યાઓએ ફરવાથી માંડીને પરિવાર અને મિત્રોને મળીને કરીના લંડનમાં નવી-નવી યાદો બનાવી રહી છે.
દરમિયાન, થોડા દિવસ પહેલા જ પતિ અને ફ્રેન્ડ સાથે પાર્ટી કરતી કરીનાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જે જાેતાં લોકોએ કરીના ત્રીજીવાર પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લગાવી હતી. મીડિયા અને સોશિયલ મીડિયામાં તેની પ્રેગ્નેન્સીની ભારે ચર્ચા થતાં આખરે કરીનાએ પ્રતિક્રિયા આપી છે.
કરીનાએ ચાતુર્ય અને વિનોદપૂર્ણ રીતે જવાબ આપીને લોકોના મોં બંધ કર્યા છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક નોટ શેર કરતાં લખ્યું, “પાસ્તા અને વાઈનના કારણે છે ગાય્ઝ..શાંત થઈ જાવ. હું પ્રેગ્નેન્ટ નથી. ઉફ્ફ્ફ..સૈફ કહે છે કે કે, તેણે આપણા દેશની જનસંખ્યામાં મોટું યોગદાન આપી દીધું છે..મોજ કરો. KKK.
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ લગ્ન કર્યા હતા. પહેલા કપલે કોર્ટ મેરેજ કર્યા અને બાદમાં પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. કરીના અને સૈફના પહેલા દીકરા તૈમૂરનો જન્મ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ થયો હતો. જ્યારે તેમનો બીજાે દીકરો જહાંગીર અલી ખાન (જેહ) ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ જન્મ્યો છે.
અગાઉ સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જાેકે, ૧૩ વર્ષના સંબંધ બાદ ૨૦૦૪માં તેઓ અલગ થઈ ગયા હતા. અમૃતા સિંહ સાથે પણ સૈફને બે સંતાનો છે.
દીકરી સારા અલી ખાન અને દીકરો ઈબ્રાહિમ અલી ખાન. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ સિવાય કરીના કપૂર સુજાેષ ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે દેખાશે. આ ફિલ્મ દ્વારા કરીના ઓટીટી ડેબ્યૂ કરવાની છે. સૈફની વાત કરીએ તો તે પ્રભાસ સાથે ‘આદિપુરુષ’ અને હૃતિક રોશન સાથે ‘વિક્રમ વેધા’માં જાેવા મળશે.SS1MS