સૈફ બંને દીકરાઓને એકસાથે ઊંચકીને જતો દેખાયો

મુંબઈ, બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પ્રેમાળ પિતા છે અને પોતાના ચારેય બાળકોને ખૂબ પ્રેમ કરે છે. સૈફ અલી ખાન પોતાના બિઝી શિડ્યુલની વચ્ચે ચારેય સંતાનો સાથે વિતાવવા માટે સમય કાઢી જ લે છે. સૈફ અલી ખાન કેટલીયવાર તેના મોટા બાળકો દીકરી સારા અને દીકરા ઈબ્રાહિમ સાથે ડિનર કે લંચ માટે જતો જાેવા મળ્યો છે.
સારા અને ઈબ્રાહિમ કેટલીય વખત સૈફના ઘરે આવે છે. સૈફ પોતાના નાના દીકરાઓ તૈમૂર અને જેહને પણ પૂરતો સમય આપવાનું ચૂકતો નથી. જ્યારે પણ સૈફ પોતાના સંતાનો સાથે નીકળે છે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. રવિવારે પણ આવું જ દ્રશ્ય જાેવા મળ્યું હતું.
સૈફ પોતાના દીકરાઓ તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાનને લઈને નીકળ્યો હતો. સૈફની દીકરાઓ સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે પોતાના ઘરના બિલ્ડિંગમાંથી નીકળીને કાર તરફ જતો જાેવા મળે છે. અહીં રસપ્રદ બાબત એ છે કે, સૈફ અલી ખાને તૈમૂર અને જેહ બંનેને એકસાથે ઊંચકી લીધા છે.
બંનેને કારમાં બેસાડતી વખતે સૈફે એકસાથે તેમને તેડી લીધા હતા. આ દરમિયાન નાનકડો જેહ કુતૂહલ વશ કંઈ જાેતો દેખાયો હતો. તૈમૂર પોતાની ધૂનમાં જ હતો. લૂકની વાત કરીએ તો, સૈફ અલી ખાને પિંક ટી-શર્ટ અને બ્લૂ રંગનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે જેહે ડાયનાસોર પ્રિન્ટની ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા.
જ્યારે તૈમૂર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ રંગના શોર્ટ્સમાં જાેવા મળ્યો હતો. રવિવારે હતો એટલે સૈફ પોતાના દીકરાઓને લઈને ફરવા નીકળ્યો હતો. સૈફ બંને દીકરાઓને લઈને પહેલા કારમાં બેસી ગયો હતો. જ્યારે કરીના કપૂર પાછળથી તેમની સાથે જાેડાઈ હતી.
કરીના કપૂરે વ્હાઈટ ટી-શર્ટ અને બેજ રંગનું પેન્ટ પહેર્યું હતું. કરીના કપૂર કેઝ્યુઅલ લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગતી હતી. રવિવારે પટૌડી ફેમિલીના આઉટિંગની તસવીરો હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સૈફ અને હૃતિક રોશન લીડ રોલમાં છે.
આ સિવાય સૈફ પ્રભાસ અને ક્રીતિ સેનન સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે. આ ફિલ્મમાં સૈફ નેગેટિવ રોલમાં છે. કરીનાની વાત કરીએ તો તે, છેલ્લે આમિર સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી. હવે કરીના સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં દેખાશે. જેમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત છે. આ સિવાય એક્ટ્રેસ પાસે રિયા કપૂર અને હંસલ મહેતાના આગામી પ્રોજેક્ટ્સ પણ છે.SS1MS