રશિયા અને યુક્રેનના સંત પણ મહાકુંભમાં પહોંચ્યા
યુક્રેનના સ્વામી વિષ્ણુદેવાનંદગીરીજી અને રશીયાના આઈ આનંદ લીલા માતાએ એક જ મંચ પરથી શાંતીના પાઠ ભણાવ્યા
(એજન્સી)પ્રયાગરાજ, રશિયા અને યુક્રન વચ્ચે યુુદ્ધ શરૂ થયાને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય વીતી ચુકયો છે. યુદ્ધ પુરું થવાના સંકેત હજી નથી મળી રહયા પરંતુ બંને દેશોના મતભેદો ભુલીને રશીયા અને યુક્રેના સંખ્યાબંધ શ્રધ્ધાળુ મહાકુંભ પહોચ્યા છે.
મહાકુંભમાં બંને દેશોમાંથી આવેલા લોકો શાંતી માટે પ્રાર્થના કરી રહયા છે. યુક્રેનના સ્વામી વિષ્ણુદેવાનંદ ગીરીજી અને રશીયાના આઈ આનંદ લીલા માતા પ્રયાગરાજ કુંભમાં એક જ મંચ પરથી શાંતીના પાઠ ભણાવી રહયાછે. saints from Russia and Ukraine participated in the Maha Kumbh Mela in Prayagraj, India in January 2025.
આ શીબીરમાં હાલમાં યુક્રેન અને રશીયાના ૭૦થી વધુ લોકો એક સાથે રહી રહયા છે. વધુ ૧૦૦ લોકો આવવાની શકયતા છે. આનંદ માતા પહેલાં ઓલ્યાને નામે જાણીતા હતા. પશ્ચિમ રશીયાના નિજની નોનગોરોડાથી તેઓ આવ્યા છે. તેમણે કહયું કે પાંચમીવાર કુંભમાં ભાગ લઈ રહયા છે. પહેલીવાર મહામંડલેશ્વર પાયાલટ બાબાના નિમંત્રણથી અહી આવ્યા હતા.
વર્ષ ર૦૧૦માં તેમણે મહામંડલેશ્વર દરજજાનો સ્વીકાર કરતાં તે પછી દરેક મહાકુંભમાં આવી રહયા છે. આનંદમાતાએ કહયું કે કુંભમેળાતે સંસ્કૃતિમાં પોતાને ડુબાડીને શાંતીનો સંદેશો આપવાનો અવસર છે. હું અહી મારશા અનુયાયીને સનાત ધર્મની સંસ્કૃતિ બનાવવા અદ્રૈત વેદાંત, શૈવ ધર્મ અને યોગ શિક્ષણ આપવા માટે આવી છું. રશીયા અને યુુક્રેનના લોકો એક સાથે બેસતા હોય તો તે બાબત ઉદાહરણ પુરું પાડે છે કે આધ્યાત્મ લોકોને એક મંચ પર લાવી શકે છે.