મહિલાને ગૃહ કંકાસમાંથી ઉગારવાની સાથે સંસાર પણ બચાવતું સખી વન સ્ટોપ સેન્ટર

પ્રતિકાત્મક
ગર્ભવતી અને હિંસાગ્રસ્ત સ્થિતીમાં મહિલાને તેના બે પુત્રો સાથે તરછોડી ગયેલા પતિ સાથે સુઃખદ મિલન કરાવાયું
અમરેલી, અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરને ગર્ભવતી અને હિસાગ્રસ્ત સ્થિતીમાં મહીલાને બે પુત્રો સાથે તરછોડીને ચાલ્યા ગયેલા પતી સાથે સુઃખદ મ્લિન કરાવવામાં સફળતા મળી છે.
એક હિંસાગ્રસ્ત ગર્ભવતી મહીલાને પતી પોતાની પત્ની અને તેમના બે બાળકો સાથે તેમને એકલા મુકી નાસી ગયા હતા. આ મહીલા તેના બે પુત્રો સાથે લગભગ દોઢ-બે મહીનાથી વિકાસગૃહ ખાતે આશ્રમ મેળવી રહેતા હતા. મહીલાને નવ માસના ગર્ભ હોય તેમને તાત્કાલીક તબીબી સારવારની જરૂર પણ હતી.
આ ઉપરાંત આ મહીલાને લોહીની ટકાવારી ૬.૯% હોવાથી સર્ગભા મહીલાની આરોગ્યલક્ષી પરીસ્થિતી જોખમી બની જવા પામી હતી. આવા ખરાખરીના સમયે સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ મહીલાને તેના બાળકો સાથે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ મહીલાની તાત્કાલીક સારવાર શરૂ કરાવવાની સાથે તુરંત લોહીની બોટલની વ્યવસ્થા કરીને લોહી ચડાવવામાં આવ્યું હતું..
મહીલાના પતીની સખી વન સ્ટોપ સેન્ટરને જાણકારી મળતાની સાથે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રત્નાબેન ગોસ્વામી દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની સહાય મેળવી એક વાડીમાંથી શોધી કાઢયા હતા. તે બંંનેને સીવીલમાં આ મહિલા સુધી લાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સંચાલક દ્વારા તેમનું કાઉન્સેલીગ કરવામાં આવ્યું હતું.
અને તેમને પરીવારની મહતા વિશે સમજાવવામાં આવ્યા હતા. અંતે હિંસાગ્રસ્ત મહીલાના પતી આ મહીલા અને તેમના બાળકોની જવાબદારી લેવા તૈયાર થયા હતા. આમ મહીલાને બે પુત્રો સાથે તરછોડીને ચાલ્યા ગયેલા પતી સાથે સુખદ મીલન કરાવવામાં સફળતા મળી છે.