ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જુનાગઢનું સકકરબાગ ઝુ
સકકરબાગ ઝુમાં ૨ થી ૮ ઓક્ટોબર સુધી ફ્રીમાં એન્ટ્રી -આગામી ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંદર્ભે મુલાકાતીઓને નિ શુલ્ક પ્રવેશ
જુનાગઢ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ જુનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે. સક્કરબાગ ઝૂમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, સરીસૃપ વગેરે, પ્રાણીઓ જોવા મળે છે. જૂનાગઢમાં આવેલું પ્રાણી સંગ્રહાલય ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. જે આગામી ૦૨ ઓક્ટોબરથી ૦૮ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંદર્ભે મુલાકાતીઓને નિ શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં આગામી ૦૨ ઓક્ટોબરથી ૦૮ ઓક્ટોબર સુધી મુલાકાતીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ શાળા મારફતે અરજી કરવાની રહેશે.
આ સ્પર્ધામાં ઘોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ તેમના સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. જે માટે ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,ટ્રેઝર હન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.