સાહિલની અસલિયત પહેલા જ જાણી ગઈ હોત તો આજે જીવિત હોત સાક્ષી
નવી દિલ્હી, વડીલો હંમેશા કહેતા હોય છે, વિચાર્યા કે સમજ્યા વગર કોઈના પર ભરોસો કરવો નહીં. ખાસ કરીને જ્યારે ઘરની દીકરી મોટી થઈ રહી હોય ત્યારે તો તેને આ સલાહ ખાસ આપવામાં આવે છે. પરંતુ કાચી ઉંમરમાં કોઈ પણ કોઈના પર પણ આંધળો વિશ્વાસ કરી લે છે અને પાછળથી પસ્તાવાનો પાર રહેતો નથી. Sakshi Murder Case Sahil
દિલ્હીના રોહિણી વિસ્તારમાં ગત રવિવારે (૨૮ મે) ૧૬ વર્ષની છોકરી સાક્ષીની હત્યાની જે ઘટના બની તે ભલે અંદરથી હચમચાવી દે તેવી હોય પરંતુ સાથે-સાથે એક પાઠ પણ શીખવી જાય છે.
શાહબાદ ડેરી પાસે આવેલી કોલોનીમાં રહેતી સાક્ષી અને સાહિલ ખાન વચ્ચે ઘણા વર્ષથી સંબંધો હતો. મીડિયામાં આવી રહેલી ખબરો પ્રમાણે તેઓ ત્રણ-ચાર વર્ષથી એકબીજાને જાણતા હતા. તેમની વચ્ચે અફેર હતું. સાક્ષી જે સાહિલ પર પરિવારના સભ્યો કરતાં પણ વધારે વિશ્વાસ કરતી હતી, તેણે જ તેના મોતની કહાણી લખી નાખી.
રવિવારના દિવસે દિલ્હી આખું ફરી હચમચી ગયું જ્યારે ૧૬ વર્ષની સાક્ષીની હત્યાનો વીડિયો સામે આવ્યો હતો. સાક્ષી પર એક બાદ એક ૨૦થી વધુ ચપ્પુના મારવામાં આવ્યા હતા. તેનાથી પણ સાહિલનું મન ભરાયું નહોતું અને પથ્થરથી તેનું માથું છૂંદી નાખ્યું હતું.
સાક્ષી પર હુમલો થતો રહ્યો અને આસપાસ ઉભી રહેલી ભીડ આ તમાશો જાેતી રહી હતી, કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું નહોતું. પરિવારે પણ સાક્ષીને સાહિલને છોડી દેવા માટે ઘણી સમજાવી હતી પરંતુ તે માની નહીં અને સંબંધો યથાવત્ રાખ્યા. સાક્ષીના એક મિત્રએ જણાવ્યા પ્રમાણે, સાહિલ અને સાક્ષી વચ્ચે ઘણા સમયથી ઓળખાણ હતી.
બંને શાહબાદ ડેરી વિસ્તારમાં રહેતા હતા. સાક્ષી દસમા ધોરણમાં ભણતી હતી જ્યારે સાહિલ સ્કૂલ ડ્રોપઆઉટ હતો અને એસી મિકેનિક હતો. સાક્ષીને ખબર નહોતી કે સાહિલનું પૂરું નામ સાહિલ ખાન છે.
સાહિલ ગળામાં રુદ્રાક્ષની માળા પહેરતો હતો અને કાંડામાં નાડાછડી બાંધતો હતો. સાક્ષી પાસે શંકા કરવાનું કોઈ કારણ નહોતું. તે સ્પષ્ટ હતું કે સાક્ષી તેના પર ઘણો વિશ્વાસ કરતી હતી કારણ કે બંને વચ્ચે ઘણા સમયથી સંબંધ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. સાક્ષીના મિત્રના કહેવા પ્રમાણે, જ્યારે સાક્ષીને જ્યારે સાહિલની હકીતતની જાણ થઈ તો તે તેનાથી અલગ થઈ હતી.
પરંતુ આ વાત સાહિલથી સહન થઈ રહી નહોતી. સાહિલ સતત સાક્ષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાક્ષીના મોબાઈલથી પણ તેવા કેટલાક પુરાવા મળ્યા હતા જેનાથી તે સ્પષ્ટ થતું હતું કે સાહિલે સાક્ષી સાથે વાત કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. બીજી તરફ સાક્ષી સાહિલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માગતી નહોતી.
સાક્ષીને જાે સાહિલની હકીકત પહેલા જ ખબર પડી ગઈ હોત તો તે તેની સાથે મિત્રતા કરત જ નહીં, તેને કદાચ ખબર નહોતી કે સાહિલ સાથે બ્રેકઅપ કરવાનો અંજામ આટલો ખતરનાક હશે. કહેવાય છે કે, સાક્ષીએ તેના એક મિક્ષની મદદથી સાહિલને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે તેનાથી દૂર રહે. સાહિલ આ વાતથી નારાજ થયો હતો અને સાક્ષીને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, જે દિવસે ઘટના બની એ દિવસે બપોરે સાહિલે બદલાની ભાવના સાથે ખૂબ દારુ પીધો હતો અને બાદમાં તેની હત્યા કરવા નીકળ્યો હતો.SS1MS