સાલાર દક્ષિણની PVR, INOX અને મિરાજ મલ્ટીપ્લેક્સોમાં રિલીઝ કરાશે નહીં
મુંબઈ, શાહરૂખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ વચ્ચે ૨૨ ડિસેમ્બરે સૌથી મોટી ક્લેશ થવાની છે. જ્યારે ઓડિયન્સ રાહ જોઈ રહ્યા છે ત્યારે કિંગ ખાને પણ પોતાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
થોડા કલાકો પછી શાહરૂખ ખાન ‘ડંકી’ સાથે પહેલું પગલું ભરશે, પરંતુ પ્રભાસની ‘સાલાર’નું શું થશે? પ્રભાસ હજુ હાથ અજમાવવા માટે થિયેટર્સમાં પણ પ્રવેશ્યો નથી અને તેને પોતે જ પોતાની હારની તૈયારી શરૂ કરી દીધી છે. સાલાર કેમ હારશે અને પ્રભાસ પોતે જ આવું કેમ કરશે? મનમાં આશ્ચર્ય તો થતું જ હશે ને? પરંતુ આવું થઈ શકે છે, કારણ કે ‘સાલાર’ના મેકર્સે લીધેલો નિર્ણય ફિલ્મ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શાહરૂખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ નોર્થ બેલ્ટમાં સ્ક્રીન શેરિંગને લઈને પહેલાથી જ અટવાયેલી હતી.
મલ્ટીપ્લેક્સના નિર્ણય બાદ પ્રભાસને ઝટકો લાગ્યો જ હશે. પરંતુ હજુ પણ બધા જાણે છે કે તેનું સાઉથ બેલ્ટ પર પકડ છે. પરંતુ રિલીઝના માત્ર ૨ દિવસ પહેલા, ‘સલાર’ના મેકર્સે જાહેરાત કરી હતી કે તેઓ તેમની ફિલ્મ દક્ષિણની પીવીઆર આઈનોક્સ અને મિરાજ મલ્ટીપ્લેક્સ ચેનમાં રિલીઝ કરશે નહીં. આ પાછળનું કારણ ભલે ગમે તે હોય, પરંતુ માત્ર પ્રભાસ અને ‘સાલારે’ને જ નુકસાન સહન કરવું પડશે.
મલ્ટિપ્લેક્સે શું કર્યું, શું ન કર્યું અને શું થશે તે નિર્ણય તો રિલીઝ પછી નક્કી કરવામાં આવશે. પરંતુ આ ઉતાવળ ફિલ્મ માટે ભારે સાબિત ન થવી જોઈએ. ક્લેશ પહેલા જ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. તેને પકડી રાખવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલાં તેની ટીમ સાથે તે મલ્ટીપ્લેક્સ હોય કે પીવીઆર આઈનોક્સ એક એગ્રીમેન્ટ કરવામાં આવે છે.
રિપોર્ટ મુજબ અને ‘સાલાર’ની ટીમનું કહેવું છે કે પીવીઆર આઈનોક્સ દ્વારા આપવામાં આવેલ વચનને પાછું ખેંચવામાં આવ્યું છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રભાસ ઈચ્છતો હતો કે નોર્થ બેલ્ટ પર પણ ‘ડંકી’ અને ‘સાલાર’ને સમાન તક મળવી જોઈએ. બંને ફિલ્મોને ૫૦-૫૦ સ્ક્રીન્સ મળવા જોઈએ, પરંતુ એવું થઈ શક્યું નહીં. પણ જે ન થઈ શક્યું એનાથી ડરીને તમે તમારા પગમાં શા માટે કુહાડી મારી? નોર્થ બેલ્ટમાં તો પહેલા જ આ મામલો નિષ્ફળ ગયો, પરંતુ સાઉથમાં પણ મેકર્સ પોતાને નુકસાન પહોંચાડ્યું હતું.SS1MS