PHC, હેલ્થ ઓફિસના કર્મચારીઓને પગાર વધારામાં વિસંગતતાઓ

કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પગાર વધારા મુદ્દે ડાયરેક્ટર ગાંધીનગરને આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) કરાર આધારિત સમસ્ત સ્વાસ્થ્ય મિશન કર્મચારીઓ જેમાં સબ સેન્ટર, પીએચસી, તાલુકા હેલ્થ ઓફિસ તેમજ જિલ્લા અને સ્ટેટ લેવલના કરાર આધારિત કર્મચારીઓએ છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારા માટે રજૂઆત કરેલ
જેમાં માર્ચ ૨૦૨૪ માં પગાર વધારો થયેલ જેમાં ઘણી વિસંગતતાઓ જોવા મળેલ હતી. અમુક કેડરને ૨૦૦૦નો તો અમુકને ૭,૦૦૦ નો પગાર વધારો કરી આપેલ. આમ સરકાર તરફથી પગાર વધારાનો પરીપત્ર જાહેર થયેલ જેમાં કર્મચારીઓની સિનિયોરિટી ને ધ્યાને લેવાયેલ નહોતી. તેમ જ અમુક કર્મચારીઓનું પીપીએફ પણ કપાતું નથી
છેલ્લા ૧૭ વર્ષથી કામ કરતાં કર્મચારીને હજુ પગાર વધારાનો લાભ મળેલ નથી. જેથી તેમનુ તથા તેમના કુટુંબનું ભવિષ્ય જોખમમાં મુકાયેલ છે. તો આ બાબતે મિશન ડાયરેક્ટર શ્રી ગાંધીનગરને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર આપી અને કરાર આધિત કર્મચારીઓના પગાર વધારો કરવા રજૂઆત કરાઈ હતી. તથા સરકાર આ બાબતે જલ્દી અમલ કરાવે તેવું આ કર્મચારીઓ ઇચ્છી રહ્યા છે.