ખંભાળિયા પંથકમાં વેપારી-હોટલ સંચાલક સાથે ઠગાઈ કરનાર સલાયાનો ગઠીયો ઝડપાયો
ખંભાળિયા, ખંભાળિયાની શિવાલય પાર્ક સોસાયટીમાં રહેતા જીતેષભાઈ માધવજીભાઈ થાનકીને તા.૬-૪-ર૩ના રોજ કાસમ ડેલાવળા તરીકે એક શખ્સે ઓળખાણ આપી ફોન કર્યો હતો. અને ૪૦૦ વ્યકિતનું જમણવારની વાત કરી હતી.
તેનાં બિલના રૂ.૭ર હજાર એડવાન્સ જમા કરવા જીતેશભાઈ એ વાત કી હતી. આથી કાસમ ડેલાવાળા નામના શખ્સે જીતેશ થાનકીન બેકની માહિતી મેળવી હતી. અને બાકદમાં રૂ.ર.૭પ લાખનો ચેક જમા કરાવ્યાની સ્લીપનો ફોટો મોકલ્યો હતો.
અને આ ચેકની રકમમાંથી પાણી ઠંડા પીણાં અને આઈસ્ક્રીમના પૈસા ચુકવવાની અને દિલ્હીની ફલાઈટની ટીકીટના પૈસા ચુકવવાની વાત કરી હતી અને રૂૃા.૧.ર૭ લાખની રકમ ટ્રાન્સફર કરાવી હતી. બાદમાં જીતેશભાઈ તપાસ કરતા તેના ખાતામાં કોઈ ચેક જમા થયો ન હોવાની સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.
આ મામલે પોલીસે સલાયામાં રહેતા શાબીરહુસેન હારૂન ભગાડની સંડોવણી ખુલતા જામનગર જેલમાંથી કબજાે મેળવવી ધરપકડ કરી હતી. શાબીરહુસેન હારુન ભગાડ ર૦૧૭ની સાલમાં સલાયા પોલીસના દુષ્કર્મના ગુનમાં પકડાઈ ચુકયો છે.
પોલીસની વધુ તપાસમાં શાબીરહુસેન ભગાડે વેપારી હોટલ સંચાલકો સાથે આવી રીતે રપથી વધુ વ્યકિતઓને શીશામાં ઉતારી ઠગાઈ કર્યાનું ખુલ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.