Western Times News

Gujarati News

ટૂંક સમયમાં આવશે નવી પોલિસી, અનિચ્છનીય માર્કેટિંગ કોલથી મળશે રાહત

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું છે કે વિભાગ આ અંગે હિત ધારકો સાથે પરામર્શ માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે

મુંબઈ,
દેશના કરોડો મોબાઈલ યુઝર્સને ટૂંક સમયમાં જ અનિચ્છનીય માર્કેટિંગ કોલથી રાહત મળવા જઈ રહી છે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. ગ્રાહક મંત્રાલય આવતા મહિને આ માટે માર્ગદર્શિકા જારી કરી શકે છે. અનિચ્છનીય માર્કેટિંગ કાલ્સને રોકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તાજેતરમાં ટ્રાઈએ ફેક કોલ રોકવા માટે અનેક માર્ગદર્શિકા પણ જારી કરી છે.ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું છે કે વિભાગ આ અંગે હિતધારકો સાથે પરામર્શ માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. ડ્રાફ્ટ તૈયાર થયા બાદ તેને ટેલિકોમ રેગ્યુલેટર સાથે શેર કરવામાં આવશે.

રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસના અવસરે નિધિ ખરેએ કહ્યું કે અમે અનિચ્છનીય માર્કેટિંગ કોલને રોકવા માટે માર્ગદર્શિકાનો મુસદ્દો તૈયાર કર્યાે છે. તેને આવતા મહિને TRAI સાથે શેર કરવામાં આવશે.વપરાશકર્તાઓ તરફથી મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ્યુનિકેશન વિભાગે અનિચ્છનીય માર્કેટિંગ કાલ્સને રોકવા માટે કડક નિયમો લાગુ કરવાની જરૂર છે. ઉપભોક્તા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવતી માર્ગદર્શિકા વ્યવસાયિક સંસ્થાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ નક્કી કરશે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે, TRAIઅને ઉપભોક્તા મંત્રાલય આ માર્ગદર્શિકાને હાલના માળખામાં
સંયુક્ત રીતે અમલમાં મૂકશે

TRAI એ આ વર્ષે ઓગસ્ટમાં ફેક કોલ અને મેસેજને રોકવા માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી. ટ્રાઈની આ દિશાનિર્દેશો તબક્કાવાર લાગુ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં, નકલી સંદેશાઓને કાબૂમાં લેવા માટે અણગમતા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, ૧૧ ડિસેમ્બરથી અનરજિસ્ટર્ડ એન્ટિટીના એસએમએસને અવરોધિત કરવાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને નેટવર્ક લેવલ પર ફેક કોલ અને મેસેજને રોકવા માટે છૈં સિસ્ટમ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. એરટેલે છૈં આધારિત ટેન્કોલોજી લોન્ચ કરી છે, જેના દ્વારા લાખો મેસેજ અને કોલ બ્લોક કરવામાં આવ્યા હતા.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.