લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાને પહેલી વખત તોડ્યું મૌન
મુંબઈ, બોલિવૂડ એક્ટર સલમાન ખાને પોતાના નજીકના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા અને તેમને મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ પહેલીવાર કંઈક એવું કહ્યું, જેનાથી તેમના ફેન્સ ચોંકી ગયા. સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ‘બિગ બોસ ૧૮’ના સેટનો છે.
વીડિયોમાં તેણે કહ્યું કે, ‘બિગ બોસ ૧૮’ના સ્પર્ધકો વચ્ચેની લડાઈને હેન્ડલ કરવી તેના માટે મુશ્કેલ બની રહી છે.કારણ કે આ સમયે તે પોતાના જીવનના મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બાબા સિદ્દીકી કે જેઓ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી હતા અને બોલિવૂડ સાથે સારા સંબંધો ધરાવતા હતા. તે તેની ઈફ્તાર પાર્ટીઓ માટે જાણીતો હતો.
૧૨ ઓક્ટોબરે મુંબઈમાં તેમના દીકરા જિશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે, ત્યારબાદ તેને રૂ+ સુરક્ષા આપવામાં આવી છે. આ મુશ્કેલ સંજોગોમાં પણ અમે અમારા શોનું શૂટિંગ કરી રહ્યા છીએ.
વાયરલ વીડિયોમાં સલમાન કહેતો જોવા મળે છે, ‘યાર, હું ભગવાનની કસમ ખાઉં છું… હું મારા જીવનમાં શું કરી રહ્યો છું અને મારે તેને મેનેજ કરવું પડશે.
મારા જીવનમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે અને પછી મારે બિગ બોસના પરિવારના સભ્યોના વિવાદોને ઉકેલવા માટે અહીં આવવું પડ્યું છે… મને લાગે છે કે, મારે આજે અહીં આવવું જોઈતું ન હતું. પણ કામ તો કરવું જ પડે. જોકે, આ દરમિયાન તેના ચહેરા પર ઘણી મુશ્કેલી અને ઉદાસી જોવા મળે છે.
આ વીડિયો જોયા બાદ સલમાનના ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે.સલમાનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લોરેન્સ બિશ્નોઈએ જ્યારથી તેને પહેલીવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારથી તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જોકે, બાબા સિદ્દીકીના મૃત્યુ પછી, બિશ્નોઈ ગેંગના સભ્યએ રાજકીય નેતાની હત્યાની જવાબદારી લીધી અને સલમાનને ચેતવણી આપી. શુક્રવારે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર બે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા, જેમાં સલમાન સાથે દુશ્મની ખતમ કરવા માટે ૫ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, જો તે પૈસા નહીં આપે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.SS1MS