શિવને સલમાને કરિયર અંગે માર્ગદર્શન આપ્યું
મુંબઈ, રવિવારે યોજાયેલા બિગ બોસ ૧૬ના ગ્રાન્ડ ફિનાલેનું પરિણામ ઘણું ચોંકાવનારું રહ્યું. શરૂઆતથી જ પ્રિયંકા ચહર ચૌધરીને વિનર તરીકે જાેવામાં આવતી હતી. જાે કે, તે સેકન્ડ રનર-અપ જાહેર થઈ હતી. ત્યારબાદ ટોપ-૨ કન્ટેસ્ટન્ટ્સ તરીકે શિવ ઠાકરે અને એમસી સ્ટેન સ્ટેજ પર ઉભા હતા ત્યારે દર્શકોને શિવને ટ્રોફી મળશે તેમ લાગતું હતું. જાે કે, હોસ્ટે એમસી સ્ટેનના નામની જાહેરાત કરી હતી.Salman gave Shiv career guidance
રિયાલિટી શો ન જીતવા બદલ શિવ બિલકુલ પણ નિરાશ નથી. ઉપરથી તે તેના ફ્રેન્ડ સ્ટેન માટે ખુશ છે, તે વિનર બન્યો છે. જાે તેને ટ્રોફી મળી હોત તો તે ચોક્કસથી ખુશી થાત. જાે કે, સ્ટેનને મળી તે માટે પણ તે એટલો જ ઉત્સાહિત છે. આ સાથે તેણે સલમાન ખાન તરફથી મળેલી પ્રશંસા અને ગ્રુપમાં રમવા બદલ મળેલી ટીકા તેમજ KKKના ઓફર વિશે વાત કરી હતી.
જાે કોઈ બીજું બિગ બોસ ૧૬ જીત્યું હોત તો મને ચોક્કસ ખરાબ લાગત, પરંતુ વિનર મારો ભાઈ એમસી સ્ટેન છે તેથી મને કોઈ સમસ્યા નથી. જ્યારે તમારા હાથમાંથી ટ્રોફી જાય છે ત્યારે તમને ખરાબ લાગે છે. પરંતુ આ જર્નીને પૂરી કરી શક્યો અને ૧૦૦ ટકા આપી શક્યો તેની મને ખુશી છે. હું બિગ બોસની જર્નીની એક-એક ક્ષણને જીવ્યો હતો. ટ્રોફી એમસી સ્ટેનના નસીબમાં હતી અને જીત તેના હકમાં હતી.
તેથી, તે વિનર બન્યો. મારા નસીબમાં જે હશે તે મને મળશે. સૌથી સારી વાત એ છે કે, સ્ટેન અને મેં સ્ટેજ પર સાથે ઉભા રહેવાનું સપનું જાેયું હતું, જે સાચું પડ્યું. હું એટલું જ કહીશ કે મંડળી બનાવવી અને પછી તમારા મિત્રો સાથે વળગી રહેવું, તેમની સાથે ઉભા રહેવું અઘરું છે. મંડળી કેવી રીતે બનાવવી તે કોઈ વ્યક્તિ શીખી શકે તો તે તેની તાકાત હશે પરંતુ દરેક વ્યક્તિ આમ કરી શકે નહીં.
અમે ઓર્ગેનિકલી મિત્રો બની ગયા. હું પોતાને નસીબદાર માનું છું કે, આ જર્નીમાં મને તેવા મિત્રો મળ્યા જે રિયલ છે. ઘરમાં રહેવાની મને મજા આવી, હું દરેક ક્ષણ જીવ્યો. તે મારા માટે ગર્વની ક્ષણ હતી કે, દેશના સુપરસ્ટાર સલમાન ખાન મારા માતા-પિતા સાથે મરાઠીમાં વાતો કરી રહ્યા હતા અને તેમને આદર આપી રહ્યા હતા.
આ મારા માટે મોટી ઉપલબ્ધિ છે. મેં સલમાન ખાન સાથે સ્ટેજ શેર કર્યું તે માટે મારા પિતાને ગર્વ છે. જે કંઈ થશે તમને ચોક્કસથી કહીશ. હું અહીંયા સુધી પહોંચી શક્યો તેની ખુશી છે. બિગ બોસ મારા માટે નવા દરવાજા ખોલી રહ્યું છે. દરેક તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરીશ’.SS1MS