સલમાન ખાન અને રિતિક રોશન પહેલી વાર સાથે કામ કરી શકે એવી ચર્ચા
એક બ્રાન્ડ માટે એજન્ટ કબીર અને એજન્ટ ટાઈગરના એક્શન સીક્વન્સ શૂટ થશે
આ સુપરસ્ટારની એક્શનને વધુ અસરદાર બનાવવા માટે તેમાં વીએફેક્સ ઉમેરવામાં આવશે
મુંબઈ,
આવનારા વર્ષમાં ફિલ્મમાં ઘણી નવી જોડીઓ જોવા મળશે, જેમાં ઘણી જોડીઓ પહેલી વખત એકસાથે કામ કરતાં જોવા મળશે. તેમાં હવે વધુ એક નવી જોડીની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. રિતિક રોશન અને સલમાન ખાન પહેલી વખત સાથે કામ કરતા જોવા મળશે. તેઓ બંને એક ખાસ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાના હોવાની ચર્ચા છે.
કેટલાંક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સલમાન અને રિતિક રોશન એક જાણીતી બ્રાન્ડ માટે એક્શન સાથેની જાહેરાતમાં સાથે કામ કરવાના છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ જાહેર ખબર ટૂંક સમયમાં ટીવી પર જોવા મળશે, આ એક જાણીતી કોર્પાેરેટ કંપની માટેની જાહેરાત છે. જોકે, આ અંગે કોઈ ઓફિશીયલ જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ જાહેરાતનું શૂટિંગ મુંબઈમાં જ થશે. આ સુપરસ્ટારની એક્શનને વધુ અસરદાર બનાવવા માટે તેમાં વીએફેક્સ ઉમેરવામાં આવશે. સલમાન અને રિતિક બંને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો ભાગ છે, પરંતુ એજન્ટ ટાઇગર અને એજન્ટ કબીર બંને એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી, ત્યારે આ બંને હવે એકસાથે જોવા મળશે, તે બાબતે તેમના ફૅન્સ ઉત્સાહમાં આવી ગયાં છે. એક તરફ સલમાન હાલ ‘સિકંદર’ અને રિતિક ‘આલ્ફા’ની તૈયારીમાં વ્યસ્ત છે.ss1