Western Times News

Gujarati News

સલમાન ખાને ખાસ લોકો સાથે કરી ઈદની ઉજવણી

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

સલમાન માટે ઈદ ઘણી ખાસ છે અને તેણે ફેન્સ અને દેશવાસીઓને પણ બકરી ઈદની આપી શુભેચ્છા

મુંબઈ,દેશભરમાં આજે (૨૯ જૂને) બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારે ઇમરાન હાશમીથી લઈ જૂનિયર એનટીઆર, સિદ્ધાર્થ મલ્હોત્રા, મનોજ બાજપેયી, મહેશ બાબ અને રિચા ચઢ્ઢા સહિત અનેક સેલિબ્રિટીઝે દેશવાસીઓને બકરી ઈદની શુભેચ્છા આપી હતી. તો આ વખતે સલમાને આ ઇદ પર કોઈ ફિલ્મ તો રિલીઝ નથી કરી, પરંતુ તેણે ખાસ અંદાજમાં તેના ફેન્સને ઈદી જરૂર આપી હતી. Salman Khan celebrated Eid with special people

સલમાને ફેન્સ માટે પરિવાર સાથેનો ઈદની ઉજવણી કરતો ખાસ ફોટો શેર કર્યો હતો, જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ ફોટોમાં સલમાન ખાન, માતા સલમાને લાડ લડાવતા જાેવા મળી રહ્યો છે. સાથે જ પિતા સલીમ ખાન, બહેનો અલવીરા અને અર્પિતા સિવાય ભાઈ સોહેલ અને અરબાઝ પણ જાેવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતા સલમાને સોશિયલ મીડિયા પર ઈદ ઉલ અજહા મુબારક લખ્યું હતું. સલમાનની આ પોસ્ટ પર ફેન્સની જાેરદાર કમેન્ટ આવી રહી છે.

ઝૂબેર ખાનથી લઈ અબ્દુ રોઝિક અને તબૂએ પણ સલમાનને ઈદની શુભેચ્છા પાઠવી હતી. સલમાન માટે ઈદ હંમેશા ખાસ રહી છે. આ તહેવાર સલમાન દર વર્ષે પરિવાર અને મિત્રોની સાથે ધામધૂમથી ઉજવે છે. ગયા વર્ષે સલમાને મિત્ર આમિર ખાન સાથે ઈદની ઉજવણી કરી હતી. બકરી ઈદના તહેવારે ફેન્સ શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર પણ પહોંચ્યા હતા.તે કિંગ ખાનની એક ઝલક જાેવા આતુર હતા, પરંતુ શાહરૂખ ન મળતા ફેન્સ નિરાશ થઈ ગયા હતા.

સલમાન પણ ઈદના તહેવાર પર ફેન્સને મળતો હોય છે, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી મળવાથી સલમાન ભારે સુરક્ષા વચ્ચે રહે છે અને તે સતર્ક રહે છે. એપ્રિલ ૨૦૨૩માં આવેલી ઈદ પર પણ તે બસ થોડા જ સમય માટે ફેન્સનું અભિવાદન કરવા પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવ્યો હતો. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન હવે ટાઈગર ૩માં જાેવા મળશે, જે ૧૦ નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો છે. ત્યારબાદ બંને સ્ટાર્સ જાન્યુઆરી ૨૦૨૩થી સ્પિન ઑફ ફિલ્મ ટાઈગર વર્સીઝ પઠાનનું શૂટિંગ કરશે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.