સલમાન ખાને ‘સિકંદર’નું નવું ટીઝર રિલીઝ કરીને આપી સરપ્રાઈઝ

મુંબઈ, સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ ૨૦૨૫માં ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ત્યારે નિર્માતાઓએ હવે ‘સિકંદર’ નું નવું ટીઝર રિલીઝ કરીને ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે.
ફિલ્મના ટીઝરમાં સલમાન ખાનના એક્શન અવતાર સાથે રશ્મિકા મંદાનાની ઝલક પણ જોવા મળી રહી છે. આ પણ વાંચોઃ જોન અબ્રાહમે કહ્યું બોલિવૂડ હવે પહેલા જેટલું સેક્યુલર નથી રહ્યું, ‘છાવા’ અને ‘કાશ્મીર ફાઇલ્સ’ના કર્યા વખાણ‘સિકંદર’નું ટીઝર એક એક્શન સીનથી શરૂ થાય છે, જેમાં સલમાન ખાન ગુંડાઓનો સફાયો કરતો જોવા મળે છે.
ટીઝરમાં જ સુપરસ્ટારના સુપર ડાયલોગ્સ સાંભળવા મળે છે. તે કહે છે- ‘ઈન્સાફ નહીં સાફ કરને આયા હું, કાયદે મેં રહો ફાયદે મેં રહો, વરના શ્મશાન યા કબ્રસ્તાન મેં રહોગે.’ ટીઝરમાં લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને બે-ત્રણ સીન પણ બતાવવામાં આવ્યા છે.‘સિકંદર’ના ટીઝરમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાનાનો ડાન્સ સીન પણ એડ કરવામાં આવ્યો છે.
રશ્મિકા મંદાના પણ પોતાની સુંદરતાથી સ્ક્રીન પર એક અલગ જ રોનક લાવે છે. એક બાજુ એક્શન અને બીજી બાજુ ઈમોશંસ જોવા મળે છે. વધુમાં રશ્મિકાની હાજરી ફિલ્મને રોમાંચક બનાવે છે. તેની એનર્જી અને માસુમિયત સ્ટોરીને એક અલગ જ ઈમોશનલ ટચ આપે છે.
ફિલ્મમાં સાઉથના અભિનેતા સત્યરાજ વિલનનો રોલ અદા કરી રહ્યા છે. ટીઝરમાં તે કહે છે, ‘તે પોતાને એક મહાન ‘સિકંદર’ માને છે.’ ટીઝર શેર કરતી વખતે સલમાન ખાને લખ્યું – ‘જો દિલ પર રાજ કરે છે રાજ, તે આજે કહેવાય છે સિકંદર.’
ઉલ્લેખનીય છે કે, ‘સિકંદર’ નું પ્રોડ્યુસ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે અને તેનું દિગ્દર્શન એઆર મુર્ગાડોસે કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ‘સિકંદર’ની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો ફિલ્મમાં સલમાન ખાન, રશ્મિકા મંદાના, સત્યરાજ, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને અંજિની ધવન પણ જોવા મળશે.SS1MS