Western Times News

Gujarati News

સલમાન પહેલા પીયૂષને ઓફર થયો હતો મેંને પ્યાર કિયાનો રોલ

મુંબઈ, વર્ષ ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ મેંને પ્યાર કિયા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં એક્ટર સલમાન ખાન અને ભાગ્યશ્રી લીડ રોલમાં હતા. પણ, શું તમને ખ્યાલ છે કે સલમાન ખાન પહેલા આ રોલ કોને ઓફર થયો હતો? આ રોલ સૌપ્રથમ પીયૂષ મિશ્રાને ઓફર થયો હતો.

કારણકે, પીયૂષ મિશ્રાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મેંને પ્યાર કિયા’ સલમાન ખાનની લીડ રોલવાળી પહેલી ફિલ્મ હતી. ભાગ્યશ્રીએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. Salman Khan Maine Pyaar Kiya

જ્યારે રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યાની પણ ડિરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ હતી. હવે એક ઈન્ટરવ્યુમાં એક્ટર અને સિંગર પીયૂષ મિશ્રાએ ખુલાસો કર્યો છે કે સલમાન ખાન પહેલા સૂરજ બડજાત્યાએ તેમને આ ફિલ્મની ઓફર કરી હતી. પણ, વાત આગળ વધી નહીં અને તેઓને આ વાતનો કોઈ અફસોસ પણ નથી.

પીયૂષ મિશ્રાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું ત્યારે દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. થોડા મહિના બાકી હતા. મારા ડિરેક્ટરે મને એક રૂમમાં બોલાવ્યો. ત્યારે હું ખૂબ જ સુંદર દેખાતો હતો. જ્યારે હું તેમની ચેમ્બરમાં પહોંચ્યો ત્યારે તેમણે મને એક સજ્જન સાથે પરિચય કરાવ્યો જે એક મોટા દિગ્દર્શક હતા.

હું નામ નહીં લઉં. તેમણે કહ્યું કે તે તેમના પુત્રને ડિરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યા છે. તેઓ ‘મેંને પ્યાર કિયા’ ફિલ્મ બનાવી રહ્યા છે, તે હવે હીરો શોધવા માટે NSD આવ્યા છે. મને જાેઈને તેઓ ખુશ થઈ ગયા. તેમણે મારું નામ પૂછ્યું અને કહ્યું કે ગ્રેજ્યુએટ થાય ત્યારે તરત જ મુંબઈ આવીને મને મળજે. તેમણે મને તેમનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું. તેમણે કહ્યું કે પ્રભાદેવીમાં અમારી ઓફિસ છે, ત્યાં આવીને મને મળો. મેં કહ્યું ઠીક છે, હું ચોક્કસ આવીશ. પણ, હું ત્યાં ગયો નહીં.

પછી જ્યારે હું ૩ વર્ષ બાદ મુંબઈ ગયો ત્યારે ખબર પડી કે સલમાન ખાન તે ફિલ્મ કરીને સ્ટાર બની ગયો હતો, ત્યારે મેં વિચાર્યું કે આ તો મોટી વાત છે. દરેક વ્યક્તિની પોતાની એક જર્ની હોય છે અને પોતાનું એક નસીબ હોય છે. દિલ્હીમાં જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી મારા દિવસો સંઘર્ષમાં રહ્યા હતા. ૨૦૦૩માં રૂપિયા કમાવવા અને ફિલ્મ્સમાં કામ કરવા માટે મુંબઇ આવ્યો હતો. તેઓ સૌ પ્રથમ ‘ધ લીજેન્ડ ઓફ ભગતસિંહ’ના ડાયલોગ્સ લખીને ચર્ચામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.