સલમાન ખાન-રશ્મિકાની “સિકંદર” ગાજી તેટલી વરસી નહીં

૪૦-૪પ કરોડ રૂપિયાના કલેકશનનો અંદાજ હતો -સિકંદર ફિલ્મે ભારતમાં પહેલા દિવસે માત્ર ર૬ કરોડ રૂપિયાની કમાણી કરી
(એજન્સી) મુંબઈ, સલમાનખાનની બહુચર્ચીત ફિલ્મ સિકંદર બોકસ ઓફીસ પર પહેલા દીવસે મુકંદર બનવામાં નિષ્ફળ રહી છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભીનીત સિકંદરર મુવી સલમાનની અગાઉ રીલીઝ થયેલા ફીલ્મો કરતાં પણ પહેલા દીવસની કમાણી મામલે પાછળ રહરી છે.
જોકે બોકસ ઓફીસ પર સિકદર પહેલા દિવસે મુકંદર બનવામાં નબળી સાબીત થઈ છે. આ દિવસે ૪૦-૪પ કરોડ રૂપિયાના કલેકશનનો અંદાજ હતો પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. સિકંદરે ભારતમાં પહેલા દીવસે ર૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે. કે ફિલ્મે ભારતમાં ૩૦.૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અને રવીવારે તેની વિશ્વ વ્યાપી ઓપનીગ પ૪ કરોડ રૂપિયા છે. સલમાન ખાનની સિકંદર ફિલ્મએ તેની અન્ય ફીલ્મો કરતાં સૌથી ઓછું ઓપનીગ કર્યું છે. સિવાયા કે તેની છેલ્લી રીલીઝ કિસી કા ભાઈ કિસી કી જાન હૈ પહેલા દિવસે માત્ર ૧૩., કરોડ રૂપિયા અને ‘રાધે’એ ૪.૭પ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
તેની સરખામણીમાં તેની પાછલી ફિલ્મોએ સલમાન ખાનની ફીલ્મોની વાત કરીએ તો ટાઈગર ઝિંદા હૈ ૩૪.૧૦ કરોડ રૂપિયા, બજરંગી ભાઈજાન ર૭.રપ કરોડ રૂપિયા સુલતાન ૩૬.પ૪ કરોડ રૂપિયયા કિક ર૬.૪૦ કરોડ રૂપિયા ભારત ૪ર.૩૦ કરોડ રૂપિયા પ્રેમ રતન ધન પાયો ૪૦.૩પ કરોડ રૂપિયા અને એક યા ટાઈગર ૩ર.૯૩ કરોડ રૂપિયાની કમાણી કરીર હતી.