સલમાન ખાન ફિલ્મે zee studiosને 80 કરોડમાં ફિલ્મના રાઈટ્સ વેચ્યા
મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઈદ પર રિલીઝ થઈ છે. ઈદના આગલા દિવસે રિલીઝ થવાના કારણે ફિલ્મનું ઓપનિંગ નબળું રહ્યું હતું. પરંતુ બીજા દિવસે ઈદની સવાર અને પછી રવિવારની રજા હોવાથી ફિલ્મની કમાણીમાં ૭૮% નો ઉછાળો આવ્યો હતો. Salman Khan sold the movie rights to zee studios for 80 crores
ફર્સ્ટ વીકએન્ડમાં જ આ ફિલ્મે ૬૨.૨૫ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. સિનેમાઘરોમાં સલમાન ખાનના ફેન્સને ફિલ્મ જાેઈને મજા પડી છે ત્યારે હવે ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને પણ માહિતી સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાને રિલીઝ પહેલા જ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માટે ઓટીટી પર રિલીઝ ડીલ નક્કી કરી લીધી હતી. તેના માટે મસમોટી રકમ પણ લીધી છે.
સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ડિજિટલ રાઈટ્સ ઝી૫ને વેચવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. થિયેટરમાં કરોડો રૂપિયા કમાયા બાદ ઓટીટી પ્લેટફોર્મ પર પણ ફિલ્મ ધૂમ કમાણી કરશે.
લોકડાઉનમાં સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ આ જ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. ૧૩ મેના રોજ ફિલ્મ રિલીઝ થયા પછી ફેન્સે ભારે ઉત્સાહ દર્શાવતા સર્વર અઢી કલાક માટે ઠપ્પ થયું હતું. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર ૪.૨ મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા હતા.
એવામાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની સફળતાને લઈને ઓટીટી પ્લેટફોર્મવાળા અને સલમાન બંને નિશ્ચિંત છે. સલમાન ખાન અને ઝી સ્ટુડિયોઝ વચ્ચે ‘રાધે’ રિલીઝ થઈ ત્યારથી જ મજબૂત બિઝનેસ બોન્ડ છે. આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમ’ પણ આ જ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાન ફિલ્મે આ પ્લેટફોર્મ સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને ૮૦ કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી છે.
આ ફિલ્મના રાઈટ્સ ૮૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. જાેકે, આ અંગેની પુષ્ટિ સલમાન ખાન ફિલ્મ્સ કે ઓટીટી પ્લેટફોર્મ બંનેમાંથી એકેયે કરી નથી. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ લગભગ ૧૫૦ કરોડના ખર્ચે બની હતી. એવામાં ૮૦ કરોડ રૂપિયા ઓટીટી રાઈટ્સના અને ત્રણ દિવસની ૬૨.૨૫ કરોડ રૂપિયા કમાણી મળીને ફિલ્મ અત્યાર સુધીમાં ૧૪૨.૨૫ કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે.
કિસી કા ભાઈ કિસી કી જાન’ OTT પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે તેની માહિતી હજી સામે નથી આવી. પરંતુ ટ્રેન્ડ જાેતાં લાગી રહ્યું છે કે, ફિલ્મ જૂનના અંતે ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ હાલ ૪૫૦૦થી વધુ સ્ક્રીન પર બતાવાઈ રહી છે. આગામી દિવસોમાં ફિલ્મની કમાણીની ગતિ ધીમી પડતાં ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાઈ શકે છે.SS1MS