Western Times News

Gujarati News

સલમાન ખાનની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

મુંબઈ, સેલિબ્રિટીઝ અને તેમની આસપાસની કડક સુરક્ષા હંમેશા ચર્ચાનો વિષય હોય છે. હાલમાં જ મુંબઈ એરપોર્ટની બહાર એક્ટર સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં સલમાનની આસપાસ ભારે સુરક્ષા જાેઈ શકાય છે. સલમાન ૫૪માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ભાગ લેવા ગયો હતો.

ત્યાંથી પરત ફરતી વખતે આ વીડિયો છે. જેમાં સલમાનનો બોડીગાર્ડ પણ એક ફેનને ધક્કો મારતો જાેવા મળે છે. એક ફેન્સ સલમાન તરફ ફૂલોનો ગુલદસ્તો લઈને જઈ રહ્યો છે, જ્યારે બોડીગાર્ડે તેને એક તરફ ધકેલી દીધો. આ વીડિયો પર નેટીઝન્સ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. સલમાનની સાથે મુંબઈ એરપોર્ટની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

સલમાન સાથે વાય પ્લસ સિક્યોરિટી સાથે અન્ય બોડીગાર્ડની ટીમ સાથે તેમનો એક ખાનગી બોડીગાર્ડ પણ હતો. આ સુરક્ષાકર્મીઓના હાથમાં હથિયાર હતા. સલમાન જ્યારે એરપોર્ટ ગેટની બહાર નીકળ્યો ત્યારે બોડીગાર્ડ તેની રાહ જાેઈ રહ્યા હતા. બસ, એક ફેન્સ હાથમાં ફૂલોનો ગુચ્છો લઈને સલમાન તરફ ચાલવા લાગે છે.

સલમાન તેની નજીક પહોંચે તે પહેલા બોડીગાર્ડ્‌સે તેને એક તરફ ધકેલી દીધો. આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં ઘણા લોકોએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કર્યો છે. લોરેન્સે સલમાનને ઘણી વખત મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તેની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સલમાનને હાલમાં વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.

“આ લોરેન્સ બિશ્નોઈનો ડર છે,” એકે કહ્યું. અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘બિશ્નોઈની ધમકીનું પરિણામ. થોડા દિવસો પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને જેલમાંથી ધમકી આપી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સે ૧૯૯૮ના કાળિયાર શિકાર મામલે સલમાન પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

તેમણે ચેતવણી આપી હતી કે અન્યથા તેમણે પરિણામ ભોગવવા પડશે. લોરેન્સે કહ્યું હતું કે સલમાને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જાેઈએ. જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ સલમાન ખાને પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવાના લાયસન્સ માટે અરજી કરી હતી. પોલીસ દ્વારા તેને લાયસન્સ આપવામાં આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.