ફોટોગ્રાફરોને જોઈ ગાડીમાંથી ઉતરતાં સલમાન ખાને ગ્લાસ ખિસ્સામાં મૂક્યો

પાર્ટીમાં શેનો ગ્લાસ લઈને આવ્યો સલમાન ખાન?
બોલિવુડનો દબંગ ખાન સલમાન ખાન હાલમાં જ એક પાર્ટીમાં એવા અંદાજમાં આવ્યો કે જાેઈને સૌ કોઈ ચોંકી ગયા. આમ તો સલમાન પોતાની ફિલ્મોમાં એન્ટ્રીથી દર્શકોને ચોંકાવતો રહે છે પરંતુ રિયલ લાઈફમાં તેની એન્ટ્રીએ લોકોને કન્ફ્યૂઝ કરી દીધા છે. સલમાન ખાન હાલમાં જ એક પાર્ટીમાં ગયો હતો અને એ પણ ગ્લાસ લઈને.
પાર્ટીના વેન્યૂની બહાર મીડિયાના ફોટોગ્રાફર્સનો જમાવડો હતો. એવામાં સલમાન ખાન ગાડીમાંથી ઉતરતાં જ તેને કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર્સ અધીરા થયા હતા. કારમાંથી ઉતરતી વખતે સલમાને ફોટોગ્રાફર્સને જાેતાં જ હાથમાં રહેલો ગ્લાસ ખિસ્સામાં મૂકી દીધો હતો અને પછી તેને હાથથી છુપાવવાની કોશિશ કરવા લાગ્યો હતો.
View this post on Instagram
સલમાનની આ હરકત જાેઈને વિડીયો જાેનારા સૌ કોઈ વિચારમાં પડી ગયા છે કે આખરે તેણે આવું કેમ કર્યું? સલમાન ખાન ૩ સપ્ટેમ્બરે પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યો હતો. સલમાન ખાન પાર્ટીના વેન્યૂ પર પોતાની કારમાંથી ઉતર્યો ત્યારે તેના હાથમાં એક ગ્લાસ હતો. અડધા ભરેલા ગ્લાસમાં પાણી જેવું કંઈક દેખાઈ રહ્યું હતું.
સલમાન ખાને પહેલા પાણીનો ગ્લાસ જિન્સના ડાબી બાજુના ખિસ્સામાં મૂકવાની કોશિશ કરી પરંતુ તેમાં ના આવતા જમણા ખિસ્સામાં મૂક્યો હતો. બાદમાં તેને હાથથી છુપવવાની કોશિશ કરતાં આગળ વધી ગયો હતો. સલમાન પાર્ટીમાંથી નીકળી વખતે પણ ગ્વાસ આ જ રીતે હાથમાં લઈને આવ્યો હતો અને કારની ફ્રંટ સીટમાં બેસી ગયો હતો.
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ લોકો જાતજાતના સવાલ કરવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું, “પેન્ટના ખિસ્સામાં ગ્લાસ? ભાઈની નવી સ્ટાઈલ લાગે છે.” બીજા એક લખ્યું, “શું તેમાં પાણી છે? આ વિડીયો વાયરલ થયો કારણકે તેણે પેન્ટના ખિસ્સામાં કઈ રીતે ગ્લાસ સમાવી દીધો તે લોકોને રમૂજી લાગી રહ્યું છે.