Western Times News

Gujarati News

એક રૂમમાં સાથે રહેવા છતાં સલમાને ના કોઈ વાંધો ઉઠાવ્યોઃ દિલીપ જોષી

મુંબઈ, કલાકાર દિલીપ જાેષીને આજે ઘરેઘરે જેઠાલાલના નામથી લોકો જાણે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ તેને ઘરેઘરે પ્રખ્યાત કરી દીધો છે, પરંતુ દિલીપ જાેષીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મો અને ગુજરાતી થિએટરથી કરી હતી.

દિલીપ જાેષીએ હાલમાં જ ફિલ્મ હમ આપકે હૈ કોન દરમિયાન સલમાન ખાન સાથે રૂમ શેર કર્યો હતો. તે દિવસોને યાદ કરી એક કિસ્સો સંભળાવ્યો હતો. દિલીપ જાેષીએ સલમાન ખાનની સાથે વર્ષ ૧૯૮૯માં આવેલી ફિલ્મ મેંને પ્યાર કિયામાં કામ કર્યું હતું. આ ફિલ્મથી સલમાન ખાને હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. Salman raised no objection to living together in the same room: Dilip Joshi

જ્યારે દિલીપ જાેષીની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ત્યારબાદ દિલીપ જાેષીએ અનેક ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું હતું. સલમાનની સાથે દિલીપ જાેષી ૨ ફિલ્મોમાં જાેવા મળ્યો હતો અને તે દરમિયાન તેમનું બોન્ડિંગ સારું થઈ ગયું હતું. દિલીપ જાેષીએ ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં હમ આપ કે હૈ કોન ફિલ્મના દિવસોને યાદ કર્યા હતા.

જાેષીએ જણાવ્યું હતું કે, સૂરજ બડજાત્યા તેમના બધા કલાકારોને એકસમાન જુએ છે. પછી ભલે તે હીરો હોય કે પછી કેરેક્ટર એક્ટર. તેઓ સૌની સાથે એક સમાન જ વર્તન કરે છે. દિલીપ જાેષીના મતે, ફિલ્મનું શૂટિંગ જ્યારે ફિલ્મિસ્તાનમાં ચાલી રહ્યું હતું. તો તેને સલમાન ખાન સાથે રૂમ શેર કરવાની તક મળી હતી. જાેષીએ કહ્યું કે, ફિલ્મનું શિડ્યુલ ફિલ્મિસ્તાનનું હતું અને મેં સલમાન સાથે રૂમ શેર કર્યો હો. સલમાને ક્યારેય પણ આ વાત પર વાંધો નહતો ઉઠાવ્યો.

ના તો કોઈ પ્રકારના નાટક કર્યા. ઉલટાનું તેણે મને ઘણો સપોર્ટ કર્યો હતો. સલમાનની સાથે કામ કરવામાં ઘણી મજા આવી હતી. દિલીપ જાેષીએ જણાવ્યું હતું કે, જ્યારે તે હમ આપકે હૈ કોનનું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ એક ટીવી શૉમાં કામ કરી રહ્યા હતા. આ શૉ માટે દરરોજ એક એપિસોડ શૂટ કરવો પડતો હતો.

આવામાં સૂરજ બડજાત્યાએ તેમની ઘણી મદદ કરી હતી. જાેષીએ જણાવ્યું હતું કે, હું ટીવી શૉ માટે સહારા સ્ટૂડિયોમાં શૂટ કરી રહ્યો હતો અને મેં મેકર્સને જણાવ્યું હતું કે, મારી ચાર ડેટ્‌સ તે શૉ માટે બૂક છે. તો તેમણે ‘હમ આપકે હૈ કોન’ના શૂટિંગને એ પ્રમાણે એડજસ્ટ કર્યું હતું.

જાેકે, તે સમયે જ ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રાઈક પડી ગઈ અને બધું બગડી ગયું હતું. ત્યારબાદ હું આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ને હું ફસાઈ ગયો હતો. દિલીપ જાેષીએ જણાવ્યું હતું કે, તે સમયે સૂરજ બડજાત્યાએ મારી મદદ કરી હતી. હું તેમની પાસે ગયો અને મારી સમસ્યા જણાવી હતી.

તેમણે મારી વાત સાંભળી અને તેમના આસિસ્ટન્ટને કહ્યું હતું કે, તે સ્ક્રિપ્ટ અને મારું શિડ્યુલ લઈને આવ્યો. સૂરજજીએ એ જાેયું અને કહ્યું કે, શું હું તેમને એક આખો દિવસ અને આગળની સવાર સુધીના કેટલાક કલાકનો સમય આપી શકું? જેથી તેઓ મારા કેટલાક ક્લોઝ અપ શૉટ્‌સ લઈ શકે. તેમણે બધું એડજસ્ટ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.