સલમાન-રશ્મિકા ઈદ અને હોળીના તાલે ઝૂમશે
મુંબઈ, સલમાન ખાને ઈદ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવાની પરંપરાને ફરી શરૂ કરી છે. ૨૦૨૫ની ઈદ પર સલમાન-રશ્મિકા મંદાનાની ‘સિકંદર’ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ૫૦ ટકા શૂટિંગ હૈદરાબાદમાં પૂરું થયું છે અને જાન્યુઆરી સુધીમાં ફિલ્મનું શૂટિંગ સંપન્ન કરી દેવાનું આયોજન છે.
આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકાએ ઈદને અનુરૂપ કવ્વાલી અને હોળી ગીતો પર મન મૂકીને ડાન્સ કર્યાે છે. ‘સિકંદર’માં સત્યરાજ ઉર્ફે કટપ્પા અને શરમન જોષી પણ મહત્ત્વના રોલમાં છે.
હિન્દી ફિલ્મોમાં એક્શન અને ગીતોનું ખૂબ મહત્ત્વ હોય છે. પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને ગીતકાર પ્રીતમે ‘સિકંદર’ માટે બે ગીત ફાઈનલ કરી દીધા હોવાનું કહેવાય છે. ઈદના માહોલને અનુરૂપ ગીતની સાથે હોળીના ઉલ્લાસને રજૂ કરતી ધૂનો પર સલમાન અને રશ્મિકાને ઝૂમતા જોઈ શકાશે.
સિકંદરમાં કવ્વાલી અને યાદગાર હોળી ગીત જોવા મળશે. આ બંને ગીતો હિટ થવાની ફિલ્મની ટીમને આશા છે. આ બે ગીત ઉપરાંત એક રોમેન્ટિક ગીત પણ રાખવાનું છે.
ફિલ્મના ગીતો માટે ભવ્ય સેટ ઊભા કરવામાં આવશે. નડિયાદવાલાને બોલિવૂડમાં હિટ ફિલ્મોની ફોર્મ્યુલા સારી રીતે ખબર છે. તેઓ એક્શન સીક્વન્સ જેટલો જ ખર્ચ ગીતોને ભવ્ય અને યાદગાર બનાવવા માટે કરી રહ્યા છે. એકાદ ગીત પણ લોકજીભે ચડી જાય તો ફિલ્મના હિટ જવાના ચાન્સ વધી જાય છે.SS1MS