Western Times News

Gujarati News

પર્સનલ લાઈફ અંગે વાતો કરતી આલિયા સિદ્દીકીને સલમાને આપ્યો ઠપકો

મુંબઈ, બિગ બોસ ર્ં્‌્‌ ૨ના પહેલા વીકએન્ડ કા વાર એપિસોડની શરૂઆત ડ્રામા સાથે થઈ હતી. સલમાન ખાને બેબીકા ધ્રુવ અંગે ખોટી વાતો ફેલાવવા બદલ આકાંક્ષા પુરીને ઠપકો આપ્યો હતો. આકાંક્ષાએ કહ્યું હતું કે, ‘બેબીકાને ડૉક્ટરની જરૂર છે અને તે મારા પર હાવી થઈ રહી છે.’ Salman scolded Alia Siddiqui for talking about her personal life

સલમાન જ્યારે આકાંક્ષાને ઠપકો આપી રહ્યો હતો ત્યારે તે પોતાનો બચાવ કરતી જાેવા મળી હતી. આકાંક્ષા બાદ સલમાન ખાને એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પહેલી પત્ની આલિયા સિદ્દીકીનો વારો પાડ્યો હતો. આકાંક્ષાને ઠપકો આપતાં સલમાને કહ્યું હતું કે, “તું તેને શાંત કરવાની કોશિશ કરી શકી હોત ને.”

આકાંક્ષાએ બચાવમાં કહ્યું કે, “એટલે જ મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આલિયા અને હું વેકેશન અને પર્સનલ લાઈફ વિશે વાત કરી રહ્યા હતા, જે બિગ બોસના ઘર સાથે સંકળાયેલી નહોતી.” જેથી સલમાને કહ્યું, “તમે આવી વાતો શા માટે કરી રહ્યા હતા? બિગ બોસના ઘર સંબંધિત વાતો નહોતી તો પછી કેમ કરી રહ્યા હતા? તમારે વાત કરવી હોય તો આ ઘર વિશે.

આલિયાની અંગત જિંદગી અને વેકેશન વિશે જાણવામાં અમને રસ નથી. જે બાદ સલમાન ખાને આલિયા સાથે વાત કરી હતી. તેણે તેને ચોખ્ખા શબ્દોમાં સમજાવતાં કહ્યું કે, “અમને તમારી અંગત જિંદગી વિશે જાણવામાં કોઈ રસ નથી.

જાે તમે વિચારતા હો કે શોમાં આવીને પોતાની અંગત જિંદગી વિશે વાતો કરશો તો એવું નથી. તમે ઘણું કહ્યું છે. ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ કહ્યું છે. તમે બધાને પકડી પકડીને પોતાની વાત કહી છે.” ત્યારે આલિયાએ બચાવ કરતાં કહ્યું કે, “મેં ખાલી અભિષેકને કહ્યું છે, બીજા કોઈને નથી કીધું. સલમાને કહ્યું કે, તમારા પતિ, સાસુ, નણંદ અને બાકીના સંબંધીઓ અંગેની વાતો તમારી અંગત છે.

આ બધું આ ઘરમાં નહીં ચાલે.” જે બાદ આલિયા માની ગઈ અને આવું ફરી નહીં કરે તેવી ખાતરી આપી. સલમાનના ગયા પછી આલિયા અને બેબીકા વચ્ચે લડાઈ થઈ હતી. આલિયાએ કહ્યું કે, “હું વિનંતી કરું છું કે મને એલિમિનેશનમાંથી કાઢી નાખો. હું આ ટોર્ચર સાથે નહીં રહી શકું.” બેબીકાએ કહ્યું કે, “તું જતી રહે, મારે તો અહીં જ રહેવું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.