Western Times News

Gujarati News

વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જ્હોન’માં સલમાનનો કેમિયો હશે

મુંબઈ, સલમાન અને એટલી સાથે કામ કરે તેના માટે બંનેના ફૅન્સ ઘણા લાંબા સમયથી રાહ જોતા હતાં, હવે અંતે તેઓ બંને સાથે કામ કરી રહ્યા છે, પંરતુ કદાચ એ રીતે નહીં જેની ઓડિયન્સને અપેક્ષા હતી. આ સુપરસ્ટાર અને સુપર ડિરેક્ટરની જોડી ટૂંકા સમયના પ્રોજેક્ટ માટે એકસાથે આવી રહી છે, જે ‘બેબી જ્હોન’માં વરુણ ધવન લીડ રોલમાં હશે.

આ ફિલ્મ અને સલમાનના રોલ વિશે વધુ માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે સલમાન ખાનને જે રોલ આપવામાં આવ્યો છે, તેના માટે તે રાજી થઈ ગયો છે. ‘જુડવા ૨’ અને ‘અંતિમ’માં કામ કર્યા પછી તેમને ફરી એક સાથે જોવા માટે ઓડિયન્સ ઉત્સુક છે.

સલમાને હજુ આ ફિલ્મ માટે શૂટ શરૂ કર્યુ નથી પરંતુ તે વરુણ સાથે એક ગંભીર એક્શન સીક્વન્સના સીનમાં જોવા મળે તેવી આશા છે. સલમાન ખાન તેના માટેનું શૂટ ઓગસ્ટમાં કરે તેવી ગણતરી છે પરંતુ બધું જ વરસાદની મોસમ અને વાતાવરણ પર આધાર રાખે છે.

ગયા મહિને સલમાન અને એટલી સાથે કામ કરશે તે અંગે ઘણા અહેવાલો સામે આવ્યા હતા, તેમજ એક સૂત્રએ તો ખાતરી આપી હતી કે એટલીના સન પિક્ચર્સ અને રજનીકાંતને ઘર જેવા સંબંધ છે અને આ ફિલ્મમાં રજનીકાંત અને કમલ હાસન એક સાથે જોવા મળશે. તેમજ અટલી બે વર્ષથી સલમાનના સંપર્કમાં છે. તેથી તે સલમાન ખાન અને રજનીકાંત બંનેને એક સાથે કામ કરવા માટે રાજી કરી જ લેશે.

‘બેબી જોહ્ન’માં વરુણ અને સલમાન ઉપરાંત વામિકા ગબ્બી, કિર્તિ સુરેશ અને જેકી શ્રોફ પણ છે. આ થલપતી વિજયની અટલીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ઠેરી(૨૦૧૬)’ની રિમેક છે.આ ફિલ્મ કાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. પહેલાં આ ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની હતી પણ હવે તેની તારીખ ક્રિસમસ ૨૫ ડિસેમ્બર સુધી પાછી ખેંચાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.