Western Times News

Gujarati News

સલમાનનું પહેલું પોડકાસ્ટ, ભત્રીજા અરહાનને ખુશ કર્યો

મુંબઈ, સલમાન ખાને ભલે લગ્ન કર્યા નથી, પરંતુ ફેમિલી મેન તરીકેની ઈમેજ જાળવી રાખી છે. પોતાના પરિવાર અને મિત્રોની મદદ માટે હંમેશા તત્પર રહેતા સલમાનની દિલદારીના કિસ્સા અનેક છે. સલમાને હવે ભત્રીજા અરહાનને ખુશ કરવા માટે પોડકાસ્ટમાં ડેબ્યુ કર્યું છે.

સલમાનનું પહેલું પોડકાસ્ટ અરહાનના ‘ડમ્બ બિરિયાની’ માટે છે. ‘ડમ્બ બિરિયાની’ના ગેસ્ટ તરીકે આગામી એપિસોડ્‌સમાં સલમાન ખાન જોવા મળશે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કર્યું હતું, જેમાં તે રિવાર અને મિત્રોની પડખે ઊભા રહેવાનું મહત્ત્વ સમજાવે છે.

સલમાને કહ્યું હતું કે, વ્યક્તિ તરીકે હું તમારા બધાની જેમ જ એક સામાન્ય માણસ છું. સલમાને વીડિયોના કેપ્શમાં કહ્યું છે કે, એક વર્ષ પહેલા આ છોકરાઓ સાથે વાત કરી હતી. તેમને મારી સલાહ યાદ છે કે નહીં તેની ખબર નથી. ડમ્બ બિરિયાનીમાં મારું પહેલું પોડકાસ્ટ આવી રહ્યું છે.

સલમાને આ પોડકાસ્ટમાં પોતાના સંબંધોની ચર્ચા કરી છે અને પોતાની ટીકા પણ કરી છે. સલમાને દિલ ખોલીને કરેલી વાતો ઘણી મસાલેદાર હોવાનો સંકેત આ ટીઝરમાં જોવા મળે છે. પોડકાસ્ટને છ સિરીઝમાં રિલીઝ કરવામાં આવશે. આ પોડકાસ્ટમાં ખાન પરિવારના સભયો પણ સાથે સાંભળવા મળશે. ખાન પરિવારને નિકટતાથી જાણવા અને સમજવાની તક આ પોડકાસ્ટમાં મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.